શ્રીમતી સાળવી પ્રા.શાળામાં રક્ષાબંધન પર્વની ધામધુમથી ઉજવણી
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માંગે છે. આ દિવસે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે
ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. રાખડીનો બંધાયેલો દોરો ભાઈ બહેનનાં પ્રેમને મજબૂત તાંતણે બાંધે છે.
શિસ્ત,સમય પાલન તા અને સંસ્કારનું સિંચન કરતા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંચાલિત શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ.એસ. સાળવી પ્રાથમિક શાળા,પાલનપુર ખાતે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
શાળાનાં બાળકોએ રક્ષાબંધન પર્વનો મર્મ સમજાવતાં વક્તવ્યો અને ગીતો રજુ કર્યા હતાં. ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતી દિકરીઓએ શાળાના ભાઇઓને રાખડી બાંધી મોં મીઠુ કરાવ્યુ હતું.
આ કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત દ્વારા સ્ટાફમિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.