સંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં ૨૧ની અટકાયત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/jama-masjeed.jpeg)
કમિશનરે કહ્યું- ૨૦થી વધુ પોલીસકર્મી ઘાયલ
સંભલ વિવાદિત મસ્જિદ અને હરિહર મંદિરના મામલામાં ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે
નવી દિલ્હી,યુપીના સંભલ સ્થિત જામા મસ્જિદમાં રવિવારે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંભલ પર નિવેદન આપ્યું હતું. તેણે લખ્યું- ઓ અરર્ઝ-એ-વતન કેટલા લોકોનું લહું જોઈએ? કેટલા નિસાસાથી આસમાન ખીલશે, કેટલા આંસુઓથી સહારો ખીલશે ઈંસંભલમાં શાંતિ માટે આંદોલન કરનારાઓ પર ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલ ગોળીબારની અમે સખત નિંદા કરીએ છીએ ગોળીબારમાં યુવકનું મૃત્યુ થયું છે, હું અલ્લાહને દુઆ કરું છું કે અલ્લાહ મૃતકના પરિવારને સબ્ર એ અદા કરે.
આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ.સંભલ વિવાદિત મસ્જિદ અને હરિહર મંદિરના મામલામાં ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. અન્ય સમુદાય દ્વારા ધાબા પરથી ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ ૪૨ વર્ષીય નોમાન, ૩૨ વર્ષીય બિલાલ અને ૨૫ વર્ષીય નઈમ તરીકે થઈ છે.ઉપદ્રવ સર્જવા બદલ અત્યાર સુધીમાં ૨૧ લોકોની અટકાયત કરવામાં આવી છે. મુરાદાબાદના ડિવિઝનલ કમિશ્નર અંજનેય કુમાર સિંહે માહિતી આપી હતી.ss1