સમંતા રુથ પ્રભુએ જ્યાં તે નાગા ચૈતન્યની સાથે રહેતી હતી તે મકાન ઉંચી કિંમતે ખરીદ્યુ
મુંબઈ, સાઉથ સ્ટાર સમંતા રુથ પ્રભુ (પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે આઈટમ સોંગ કરનાર અભિનેત્રી) અને એક્ટર-પતિ નાગા ચૈતન્ય એકબીજાથી અલગ થયા તેને નવ મહિના જેટલો સમય થઈ ગયો છે. એક્સ-કપલે ઓક્ટોબર, ૨૦૨૧માં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાેઈન્ટ સ્ટેટમેન્ટ શેર કરીને સેપરેશનની જ્યારે જાહેરાત કરી ત્યારે ફેન્સ હચમચી ગયા હતા અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ આ વાત ચર્ચાનો વિષય બન્યો હતો.
લગ્નજીવન દરમિયાન કપલ ગોલ્સ આપતા જાેવા મળેલા બંને વચ્ચે અચાનક શું થયું તે સૌથી કોઈ જાણવા માગતા હતા, પરંતુ આ પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ દરમિયાન ખાસ કરીને સમંતા કોઈને કોઈ કારણથી લાઈમલાઈટમાં રહી છે અને ફરીથી તે ચર્ચામાં છે.
થઈ રહેલા ગણગણાટ પ્રમાણે, એક્ટ્રેસે તે ઘર ખરીદી લીધું છે જ્યાં તે સેપરેશન પહેલા પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે રહેતી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, સમંતાએ મકાન માલિકને વધારે રકમ ચૂકવી છે અને પોતાના નામે ઘર ખરીદી લીધું છે.
પીઢ અભિનેતા મુરલી મોહનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ડિવોર્સ પહેલા નાગા ચૈતન્ય સાથે જે ઘરમાં રહેતી હતી તે મસમોટી રકમ આપીને એક્ટ્રેસે ખરીદી લીધું હોવાનો ખુલાસો થતો જાેવા મળ્યો. ઘર માટે તેણે ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
સમંતા એક સારી એક્ટ્રેસ તો છે જ, સાથે બોલવામાં પણ બેબાક છે. એક અઠવાડિયા પહેલા તે અક્ષય કુમાર સાથે કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ ૭’ની મહેમાન બની હતી. અહીંયા હોસ્ટે તેને શું પૂર્વ પતિ પ્રત્યે હાર્ડ ફીલિંગ છે, તેવો સવાલ કર્યો હતો. તેણે તરત જ જવાબ આપતાં કહ્યું હતું ‘જાે કોઈ અમને બંનેને એક રૂમમાં કરે, તો તીક્ષ્ણ હથિયાર છુપાવવા પડશે. હા, હાલ તો હાર્ડ ફીલિંગ છે.
પરંતુ કદાચ ભવિષ્યમાં ન પણ રહે’ સમંતા રુથ પ્રભુનો કરિયર ગ્રાફ દિવસને દિવસે ઉપર વધી રહ્યા છે. ખાસ કરીને, વેબ સીરિઝ ‘ફેમિલી મેન ૨’માં ગ્લેમર ગર્લનો અવતાર છોડીને સિમ્પલ લૂકમાં દેખાયેલી એક્ટ્રેસને ફેન્સે ખૂબ પસંદ કરી હતી.
ત્યારબાદ અલ્લુ અર્જુમ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પાના આઈટમ સોન્ગમાં સિઝલિંગ મૂવ્સ કરીને ઈન્ટરનેટ પર આગ લગાડી દીધી હતી. તે ખૂબ જલ્દી વિજય દેવરકોંડા સાથે સિવા નિર્વાણાની અપકમિંગ ફિલ્મમાં જાેવા મળશે.SS1MS