સામંથાની પ્રોડ્યુસર તરીકે પ્રથમ ફિલ્મમાં હોરર કોમેડીનો ટ્રેન્ડ દેખાયો

મુંબઈ, એક્ટિંગમાં પડકારજનક રોલને પસંદ કરનારી સામંથા રૂથ પ્રભુએ પ્રોડ્યુસર તરીકે ઝંપલાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી હોરર કોમેડી ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે સામંથાએ પણ આ ટ્રેન્ડને ફોલો કરતાં પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ આ જોનરમાં જ બનાવી છે.
સામંથાની પહેલી ફિલ્મ ‘સુભમ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે, જ્યારે ફિલ્મને ૯મેના રોજ રિલીઝ કરવામાં આવશે. ‘સુભમ’માં ળેશ સ્ટોરી લાઈનની સાથે સામંથાનો દમદાર કેમિયો પણ જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં કેટલાક મિત્રોની ગપસપ જોવા મળે છે.
પત્નીને કંટ્રોલ કરવા બાબતે બે મિત્રોના ઓપિનિયન આવે છે. એક મિત્ર નમ્રતાથી પત્ની સાથે વાત કરવાનું કહે છે, જ્યારે બીજા મિત્રનો અભિપ્રાય સાવ અલગ છે. સામંથાએ આ ફિલ્મ અંગે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ટ્રાલાલા બેનર હેટળ આ ફિલ્મ બની રહી છે, જેનું વિઝન યુનિક છે. હોરર અને કોમેડીને દર્શાવતા આ ટીઝરમાં પ્લોટ અંગે કોઈ વાત થઈ નથી અને નેરેટિવ પણ જટિલ જણાય છે.
‘સુભમ’માં સામંથાએ ળેશ કાસ્ટ લીધી છે. હર્ષિતા રેડ્ડી, કાવિરેડ્ડી શ્રીનિવાસ, ચરન પેરી, શ્રીયા કોન્થામ, શ્રાવણી લક્ષ્મી, શાલિની કોન્ડેપુડી અને વામશિધર ગૌડ જેવા નવોદિતોને સામંથાએ તક આપી છે. નવા પ્રોડક્શન બેનર સાથે ળેશ સ્ટોરી લાઈન અને નવોદિતોને દર્શાવતી આ ફિલ્મ ઓડિયન્સને કેટલી પસંદ આવે છે, તે જોવું રહ્યું.SS1MS