અભિષેકને કારણે સમર્થનું ઈશા માલવિયા સાથે થયું બ્રેકઅપ ??

બિગ બોસ ૧૭ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે
સમર્થે આગળ કહ્યું કે, ‘મેં તને ઘણી વાર કહ્યું છે અને મને લાગે છે કે જો તું સાંભળવા તૈયાર નથી, તો મારે મારી જાતને બદલવી પડશે
મુંબઈ,બિગ બોસ ૧૭’ના લેટેસ્ટ એપિસોડમાં ખુલાસો થયો છે કે, સમર્થ જુરેલ અને ઈશા માલવિયા વચ્ચેના સંબંધો મુશ્કેલ તબક્કે પહોંચી ગયા છે. લેટેસ્ટ એપિસોડમાં ઈશા અભિષેકને સ્પષ્ટતા આપી રહી હતી કે, તેણે સ્પેશિયલ ઇવિક્શન પાવર વખતે એશ્વર્યા શર્માનું નામ કેમ પસંદ કર્યું. ઈશા અભિષેક મલ્હન સાથે વાત કરે તે ગમતું ન હતું. ઈશા સાથે વાત કરતી વખતે સમર્થે કહ્યુ હતુ કે, ‘તને ખબર છે કે જ્યારે તું તેની સાથે વાત કરે છે ત્યારે મને ગમતું નથી, છતાં પણ તું એમ કરે છે અને તું રોકાવાની નથી. તેથી મારે નિર્ણય લેવો પડશે અને મેં નિર્ણય લઈ લીધો છે.
હું આ શોમાં તારી સાથે નહીં રહી શકું. જ્યારે હું તને તેની સાથે વાત કરતા જોઉં છું ત્યારે મને દુખ થાય છે.’ સમર્થે આગળ કહ્યું કે, ‘મેં તને ઘણી વાર કહ્યું છે અને મને લાગે છે કે જો તું સાંભળવા તૈયાર નથી, તો મારે મારી જાતને બદલવી પડશે. મને તેની ચિંતા નથી કે લોકો આ જાણવા માગે છે, પરંતુ હવે આગળથી હું તમારી સાથે અંતર જાળવી રાખીશ અને જોઈશ કે બ્હાર એ કેવી રીતે કામ નથી આવતો.’
સમર્થે કહ્યું કે અભિષેકે ઘરમાં તેના માટે બોલેલા શબ્દો તે ક્યારેય ભૂલી નહીં શકે. તેણે કહ્યું કે, ‘અભિષેકે તારા વિશે જે ખરાબ ગાળો અને વાતો કહી હતી તે પણ હું નહીં ભૂલું. જ્યારે પણ હું એ માણસનો ચહેરો જોઉં છું ત્યારે મને એ વાતો યાદ આવે છે. ઇશા, હું ખૂબ ગુસ્સામાં છું. આ મહિનાની શરૂઆતમાં સલમાન ખાને અભિષેકને ઠપકો આપ્યો હતો અને ઈશા માલવિયા વિરુદ્ધ ગંદા શબ્દોનો ઉપયોગ કરવા બદલ ઘરમાં તેના વર્તનની ટીકા કરી હતી.
ત્યારે સલમાને તેને કહ્યું હતું કે, ‘ચાર્જ કરવું, બૂમો પાડવીપ ઘરમાં સૌથી જૂઠો સ્પર્ધક અભિષેક છે. જો તમે મને આ અવાજમાં કહેશો તો તમને હું શબક શીખવાડી દઈશ. ઈશાને કહેજો કે રાતે બીજે ક્યાંક જઈનેપ જો મારી સામે આ વાત થઈ હતો તો તમને હું નિચોવી નાંખતો.’ss1