Western Times News

Gujarati News

સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે ડાયનેમિક R.O.T.A.T.E. સ્ટ્રેટેજી સાથે ઇનોવેટિવ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

  • એનએફઓ 04 ડિસેમ્બર, 2024થી ખૂલે છે અને 18 ડિસેમ્બર, 2024થી બંધ થાય છે
  • ઇક્વિટી, ગોલ્ડ અને ડેટ/આર્બિટ્રેજ મોડ્સમાં ડાયનેમિકલી રોટેટ થવાની ક્ષમતા ધરાવતું અનોખું ફંડ

મુંબઈ, સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મલ્ટી એસેટ એલોકેશન ફંડ (એમએએએફ)ની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ)ની આજે જાહેરાત કરી હતી જે 4 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 18 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઇક્વિટીઝ, ગોલ્ડ અને ડેટ/આર્બિટ્રેજ વચ્ચેની ફાળવણીને વ્યૂહાત્મકપણે શિફ્ટ કરે છે જેથી વળતરને સુવ્યવસ્થિત અને જોખમોને ખાળી શકાય. આ સ્કીમ રૂ. 5,000ની લઘુતમ એપ્લિકેશન રકમ ધરાવે છે.

પ્રોપરાઇટરી R.O.T.A.T.E. વ્યૂહરચના દ્વારા સંચાલિત આ ફંડ ઇક્વિટીઝ જ્યારે તેજીના માર્કેટમાં હોય ત્યારે ઇક્વિટી મોડ, ઇક્વિટીઝ પાછી પડતી હોય પણ ગોલ્ડ આઉટપર્ફોર્મ કરતું હોય ત્યારે ગોલ્ડ મોડ અને ઇક્વિટીઝ તથા ગોલ્ડ બંને ઘટી રહ્યા હોય ત્યારે ડેટ/આર્બિટ્રેજ મોડમાં રોટેટ થવાની ક્ષમતા ધરાવે છે અને આ રીતે સ્થિર વળતર આપવા અને રોકાણકારોની સંપત્તિનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. SAMCO Mutual Fund Launches Innovative Multi Asset Allocation Fund with Dynamic R.O.T.A.T.E. Strategy.

એસેટ એલોકેશનમાં અદ્વિતીય ફ્લેક્સિબિલિટી પૂરી પાડીને આ ફંડ ઇક્વિટીઝમાં 20-80 ટકા, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 10-70 ટકા અને ગોલ્ડ તથા સિલ્વર ઇટીએફમાં 10-70 ટકા ફાળવવાની ક્ષમતા સાથે વિવિધ કેટેગરીઝમાં રોકાણ માટે સાચા અર્થમાં ડાયનેમિક અભિગમ પૂરો પાડે છે. તે કોમોડિટી ડેરિવેટિવ્સમાં 30 ટકા સુધી અને REITs તથા InvITsમાં 10 ટકા સુધીનું રોકાણ કરી શકે છે. પરંપરાગત ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ ગોલ્ડ અને અન્ય કોમોડિટીઝમાં 10થી 20 ટકા જેટલું ઇન્ડસ્ટ્રી સ્ટેટિક એક્સપોઝર જાળવી રાખતા હોય છે ત્યારે સેમ્કો મલ્ટી એસેટ એલોકેશન ફંડ મજબૂત તેજીના ગાળા દરમિયાન સોનામાં 70 ટકા સુધીનું નોંધપાત્ર રોકાણ કરી શકે છે.

આ લોન્ચ અંગે સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ વ્રજ ગાંધીએ જણાવ્યું હતું કે સેમ્કો ખાતે અમે ડાયનેમિક ઇન્વેસ્ટિંગની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. અમારું ફંડ પરંપરાગત સ્ટેટિક અલોકેશન સ્ટ્રેટેજીના બદલે રિયલ-ટાઇમ બજાર સ્થિતિ અપનાવવા માટે તૈયાર કરાયેલા અનોખા R.O.T.A.T.E. મોડલ પર આધારિત છે. બજારના વલણો અને અસ્થિરતાના આધારે વિવિધ એસેટ ક્લાસમાં પુનઃફાળવણી કરીને અમારું લક્ષ્ય તેજીમાં તકોને મહત્તમ કરીને તથા મંદી દરમિયાન રોકાણકારોને સુરક્ષા પૂરી પાડીને સતત પર્ફોર્મન્સ આપવાનું છે. આજના સતત ઊભરતા બજાર ક્ષેત્રમાં આગળ વધવા માટે આ ચપળતા જરૂરી છે.

આ ફંડ શ્રીમતી નિરાલી ભણસાલી, શ્રી ઉમેશકુમાર મહેતા અને શ્રી ધવલ ઘનશ્યામ ધાનાણી સહિતના ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સની અનુભવી ટીમ દ્વારા સંયુક્તપણે મેનેજ કરવામાં આવશે. તેમની સામૂહિક નિપુણતા અને વ્યૂહાત્મક અભિગમ ફંડની નવીનતમ R.O.T.A.T.E. વ્યૂહરચનાનો અમલ કરવામાં મહત્વની રહેશે જે ગતિશીલ અને પ્રતિભાવ આપતા રોકાણ અભિગમને સુનિશ્ચિત કરે છે.

સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (સીઆઈઓ) શ્રી ઉમેશકુમાર મહેતાએ ઉમેર્યું હતું કે માર્કેટ સાયકલ્સ મેક્રોઇકોનોમિક પરિવર્તન અને બદલાતા સેન્ટિમેન્ટથી ચાલતી હોય છે. સેમ્કો એમએએએફ જોખમને મેનેજ કરવા અને તકો ઝડપવા માટે એલોકેશનને ડાયનેમિકલી એડજસ્ટ કરે છે અને આ રીતે સરળ સંપત્તિ સર્જન અનુભવ પૂરો પાડે છે. આ વ્યૂહરચના એવા રોકાણકારો માટે ખાસ લાભદાયક છે જેમને બજારની તેજી-મંદીના ગાળા દરમિયાન લાગણીકીય શિસ્તતા જાળવી રાખવામાં મુશ્કેલી પડતી હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.