સંપર્ક ક્રાંતિ ટ્રેનનું નામ બદલીને “અક્ષરધામ એકસપ્રેસ” કરાયું
પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય સર્જન ગાંધીનગર અને દિલ્લી અક્ષરધામના યુગકાર્યને અંજલિરૂપે અમદાવાદ-દિલ્લી ‘સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ ટ્રેનનું નામ હવેથી ‘અક્ષરધામ એક્સપ્રેસ’ કરાશે : રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ઘોષણા
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સમાજસેવાનું કાર્ય કર્યું છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવા મળ્યું તે મારું પરમ સૌભાગ્ય છે. આજે મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ આપતાં કહ્યું છે કે
“દરેક કાર્યમાં સર્વોચ્ચ ધ્યેય સેવા હોવો જોઈએ” અને તેવી સેવા કરતા હજારો સ્વયંસેવકોના દર્શન આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયા છે. આજે સંપર્ક ક્રાંતિ ટ્રેનનું નામ બદલીને “અક્ષરધામ એકસપ્રેસ” રાખવાનું નક્કી કરીને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે મારી સેવાની ભાવના વ્યક્ત કરું છું.”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે નાના મોટા તમામને પ્રમુખસ્વામી અમારા છે, એવું લાગતું.
પ્રમુખસ્વામી મહારાજે બાળકોને કહ્યું છે કે, તમે નિયમિત પૂજા કરો, સારી અભ્યાસ કરો, માતા પિતાને પગે લાગો એ અમારી સેવા છે. પ્રમુખસ્વામી મહારાજે વાલીઓને કહ્યું હતું કે,’જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહિ આપો તો તમારે સંપતિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે”