Western Times News

Gujarati News

મુંબઈમાં થનાર સંવેગ રંગોત્સવમાં ૧૭ મુમુક્ષુને સામુહીક દીક્ષા અપાશે

અમદાવાદ, મુંબઈના ભાઈખલા વિસ્તારમાં ર મહીનાથી સંવેગ રંગોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવમાં એક બે નહીં પણ ૧૭-૧૭ પુણ્યાત્માઓ એકસાથે દીક્ષા અંગીકાર કરશે. સમસ્ત મુંબઈબના જૈનોમાં આ ઉત્સવ આતુરતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

કારણ કે જૈનોના ચારે ફીરકાઓમાં સૌથી સુવિશાલ ગણાતા ‘ શ્રી રામચંદ્ર સુરીસમુદાયના પ્રવર્તમાન ગચ્છનાયયક આચાર્ય ભગવંત વિજય પુણ્યપાલ સુરીશ્વરજી મહારાજા સ્વંય આ પ્રસંગે નિશ્રા પ્રદાન કરવાના છે.

વાત્સલ્યપૂર્ણ અનુશાસન અને જીનાજ્ઞા પાલનના તેઓ આગ્રહી અને ૧ર વર્ષથી ગચ્છનાયક પદને શોભાવનારા આચાર્ય ભગવંત બાલ્યવયે દીક્ષીત થયેલા છે. સિદ્ધાંત નિષ્ઠા અને શાસન પ્રત્યેની વફાદારી તેઓની આગવી ઓળખ છે. તેથી જ તેઓના હસ્તે દીક્ષા મળે એવી અનેક આબાલ વૃદ્ધ મુમુક્ષુઓની ઝંખના હોય છે.

પરીણામે તેઓના શાસનકાળઈમાં ૧ર વર્ષ દરમ્યન સરેરાશ દર ૧૭ દિવસે એક દીક્ષા થઈ રહી છે. છેલ્લા ૩ મહીનામાં જ ૪પ જેટલી દીક્ષાઓ પુજયશ્રીના સમુદાયમાં થઈ છે. જે ‘સુરી રામચંદ્ર’ના સમુદાય પ્રત્યે જનમાનસમાં રહેલી શ્રધ્ધા-આસ્થાનો પ્રબળ પુરાવો છે.

ગચ્છાધિપતી નિશ્રામાં યોજાઈ રહેલા આ પ્રસંગને યાદગાર બનાવવા માટે શ્રી જૈન સંઘના અનેક શ્રીમંતો-આગેવાનો સક્રીય બન્યા છે. આ પ્રસંગને અનુલક્ષીને ભાઈખલા વેસ્ટમાં ફાયર બ્રિગેડની બાજુમાં મોન્ટે સાઉથ સોસાયટીના વિશાળ પ્રાંગણમાં દેવ વિમાનતુલ્ય જીનાલય કલાત્મક અનુષ્ઠાન મંડપ સંકલ્પ આર્ટ ગેલેરી આદી અનેકવીધન નવલાં નિર્માણ થયા છે.

ગચ્છાનાયકશ્રીજીના સાનીધ્યમાં થતાં અનેક પ્રસંગો શાસન પ્રભાવક બનતાં હોય છે. ત્યારે આ દીક્ષા મહોત્સવ પણ દેશભરના શાસન પ્રભાવક બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.