સાન ફ્રાન્સિસ્કોમાં મંકીપોક્સના ભયને લીધે ઈમરજન્સી જાહેર
(એજન્સી)વોશિંગ્ટન, મંકીપૉક્સના કેસ ઝડપથી વધવાના કારણે અમેરિકાના અમુક રાજ્યોમાં ભયાવહની સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમી અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં અધિકારીઓએ સમગ્ર શહેરમાં મંકીપૉક્સના સતત વધતા કેસને ધ્યાનમાં રાખતા ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે.
સાન ફ્રાન્સિસ્કોના સ્વાસ્થ્ય અધિકારી સુસાન ફિલિપે કહ્યુ કે અમે ઈચ્છીએ છીએ કે જનતા અમારા સંસાધનોનો ઉપયોગ કરી શકે. ફિલિપે આગળ કહ્યુ કે તેઓ કોઈ પ્રતિબંધ લાદવાનો વિચાર કરી રહ્યા નથી. ઈમરજન્સીનુ એલાન સ્વાસ્થ્ય આદેશો હેઠળ કરવામાં આવ્યુ છે.
મંકીપોક્સના કેસ વધ્યા બાદ કેલિફોર્નિયાના સીનેટર સ્કૉટ વીનરે કહ્યુ કે સાન ફ્રાન્સિસ્કોમાં ઈમરજન્સી લાગુ થવાનો ર્નિણય ખૂબ જ મહત્વપૂર્ણ પગલુ છે. બુધવાર સુધી સાન ફ્રાન્સિસ્કોમાં ૨૬૧ લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. સાન ફ્રાન્સિસ્કોના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યુ કે તેમને આશા છેકે આગામી દિવસોમાં આ આંકડો વધી શકે છે.