બોડી શેમિંગ કરનારા પર ભડકી સના મકબૂલ

મુંબઈ, બિગ બોસ ઓટીટી-૩ વિનર સના મકબૂલના ફેન પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સના મકબૂલે બોડી શેમિંગ વિશે વાત કરી છે.
સના મકબૂલે એ ટ્રોલ્સને જવાબ આપ્યો છે જેઓ અભિનેત્રીને તેના વધેલા વજનને લઈને સવાલ કરી રહ્યા હતા. એક્ટ્રેસે વીડિયોમાં શેર કર્યું કે, ‘કદાચ લોકોને ખબર નથી કે હું કેવા સમયમાંથી પસાર થઈ રહી છું.’સનાએ વીડિયોમાં કહ્યું કે, ‘નમસ્તે મિત્રો, તમારામાંથી ઘણાં મને કહે છે કે, ‘મારું વજન વધી ગયું છે. ગાલ ફૂલી ગયા છે. સાચું કહું તો પહેલા આનાથી ફરક પડતો હતો પણ હવે નથી પડતો.
આ મારું શરીર છે. હું કેવી દેખાઉં છું તે મારી પસંદગી છે. મને લાગે છે કે, હું ખૂબ જ સુંદર દેખાઉં છું.’સનાએ તેની સ્થિતિ અંગે સંકેત આપતા કહ્યું કે, ‘કોઈનું બોડી શેમિંગ કરતા પહેલા તેમના વિશે જાણો. કદાચ તે કોઈક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે અથવા કોઈ આરોગ્ય સંબંધિત કારણ હોઈ શકે છે. ગમે તે થાય. તમને ખબર નથી તો આવીને સવાલો નહીં કરો.’SS1MS