“સ્પાય બહુ” સીરીયલના સના સૈયદ અને સેહબાન અઝીમ અમદાવાદની મુલાકાતે

સ્પાય બહુનું પ્રીમિયર ૧૪મી માર્ચ ૨૦૨૨ના રોજ થયું હતું અને દર સોમવાર-શુક્રવારે રાત્રે ૯:૦૦વાગ્યે, ફક્ત કલર્સ પર પ્રસારિત થાય છે
અમદાવાદ: પ્રેમ એક સુંદર ભાવના છે, અને એવું કહેવાય છે કે તમે તેને સૌથી અસામાન્ય સ્થળોએ મેળવી શકો છો. તે તમારા હ્રદયને મંત્રમુગ્ધ કરવાની અને તમને સુંદર તથા રોમૅન્ટિક ક્ષેત્રમાં લઈ જવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. Sana Sayyad and Sehban Azim the lead starcast of Spy Bahu (Colors) spotted in Ahmedabad
પરંતુ ત્યારે શું થાય, જ્યારે બે વ્યક્તીની પ્રેમ કહાનીની છળકપટથી કલ્પના કરવામાં આવે અને રહસ્યોમાં ફસાઈ જાય!એક આકર્ષક પ્રેમકથાની નવી શરૂઆત રૂપે, કલર્સે તાજેતરમાં એક રોમૅન્ટિક ડ્રામા ‘સ્પાય બહુ’ રજૂ કરી છે. સ્પાય બહુનું પ્રીમિયર ૧૪મી માર્ચ ૨૦૨૨ના રોજ થયું હતું અને દર સોમવાર-શુક્રવારે રાત્રે ૯:૦૦વાગ્યે, ફક્ત કલર્સ પર પ્રસારિત થાય છે~
શો (કાર્યક્રમ) વિશે જણાવતાં અને અમદાવાદની મુલાકાત લેતાં, સના સૈયદે જણાવ્યું,“અમદાવાદમાં પગ મૂકતાંજ આ શહેરનું વાતાવરણ તમને પ્રભાવિત કરે છે! આ શહેર જેના માટે પ્રખ્યાત છે તે મોંઢામાં પાણી લાવી દે તેવી સ્વાદિષ્ટ વાનગીઓનો મેં સંપૂર્ણ આનંદ માણ્યો છે
અને આ પ્રવાસમાં અમારા માટે શું સંગ્રહાયેલું છે તે જોવા માટે હું ખરેખર ઉત્સાહિત છું. સેજલનું પાત્ર એક સામાન્ય ગુજરાતી છોકરી છે, જે આકર્ષક કપડાં પહેરે છે, આત્મવિશ્વાસ ધરાવે છે, ગુજરાતીમાં બોલે છે. હું સંસ્કૃતિ વિશે વધુ જાણવા માટે આ શહેરના લોકો સાથે વાતચીત કરવા ઈચ્છું છું. મને ખાતરી છે કે અમારી મુલાકાત મારા અને સેહબાન બંને માટે જ્ઞાનવર્ધક અનુભવ બની રહેશે.”
સેહબાન અઝીમે તેમના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું,“હું અમદાવાદની પહેલીવાર મુલાકાત લઈ રહ્યો છું અને શહેરના આકર્ષણથી ખૂબ જ પ્રભાવિત છું. જ્યારે અમારી પાસે હજી એક સંપૂર્ણ પ્રવાસ બાકી છે, ત્યારે હું પહેલેથી જ જોઈ શકું છું કે અમદાવાદ શા માટે આટલું પ્રિય શહેર છે. અહીનું ભોજન અદ્ભુત છે અને તમને વધુ ખાવાની ઈચ્છા થશે!
પરંતુ વધુ મહત્વની વાત એ છે કે લોકો તમારું એટલું સ્વાગત કરે છે કે તમે ભૂલી જશો કે તમે ઘરથી દૂર છો. અમદાવાદમાં એવી ઘણી જગ્યાઓ છે જેની હું મુલાકાત લેવાની ઈચ્છા ધરાવું છું જેથી કરીને હું આ શહેરના વાઇબ્સમાં ભીંજાઈ શકું.”