સનમ તેરી કસમઃ રી-રિલીઝમાં બે નવી ફિલ્મોને માત આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Sanam-Teri-Kasam.jpg)
મુંબઈ, હર્ષવર્ધન રાણે અને મારવા હોકેનને લીડ રોલમાં દર્શાવતી ‘સનમ તેરી કસમ’ ૨૦૧૬ના વર્ષમાં રિલીઝ થઈ હતી. રિલીઝ સમયે બોક્સઓફિસ પર ફ્લોપ રહેલી આ ફિલ્મને ૯ વર્ષે ફરી રિલીઝ કરવામાં આવી છે.
માત્ર બે દિવસમાં જ આ ફિલ્મે ઓરિજિનલ રિલીઝ મેળવેલા કુલ કલેક્શન કરતાં વધુ આવક મેળવી છે. આ સાથે બે નવી રિલીઝને પણ માત આપી છે.
‘સનમ તેરી કસમ’ ૭ ફેબ્રુઆરીએ ફરી રિલીઝ થઈ હતી. શુક્રવારે આ ફિલ્મે રૂ.૪.૨૫ કરોડનું નેટ કલેક્શન મેળવ્યું હતું, જે ઓરિજિનલ ઓપનિંગ ડે કલેક્શન કરતાં ત્રણ ગણવ હતું. બીજા દિવસે ફિલ્મની આવક ૧૫ ટકા વધી હતી અને તેણે ૫.૨૫ કરોડ મેળવ્યા હતા.
આમ બે દિવસમાં જ ‘સનમ તેરી કસમ’ને ૯.૫૦ કરોડનું કલેક્શન મળી ગયું છે. આ ફિલ્મની સ્પર્ધા બે નવી રિલીઝ સાથે હતી. આમિર ખાનના દીકરા ઝુનૈદ અને ખુશી કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘લવયપા’ને બે દિવસમાં ૨.૩૫ કરોડ અને હિમેશ રેશમિયાની ‘બેડઍસ રવિકુમાર’ને ૩.૧૫ કરોડનું કલેક્શન મળ્યુ હતું.
માત્ર બે દિવસમાં જ ઓરિજિનલ કલેક્શનને પાછળ રાખવાની સાથે બે નવી રિલીઝને માત આપતા હર્ષવર્ધન રાણે ખૂબ ખુશ છે. હર્ષવર્ધને આ પ્રસંગે શાહરૂખની હિટ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના ડાયલોગને યાદ કર્યાે હતો. તેણે કહ્યું હતું કે, અગર સબ ઠીક ના હો તો ધ એન્ડ નહી હૈ. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.SS1MS