‘સનમ તેરી કસમ‘ ફેમ હર્ષવર્ધનની નવી ફિલ્મની જાહેરાત કરી

મુંબઈ, ‘સનમ તેરી કસમ‘ ફિલ્મ જોયા પછી ચાહકો હર્ષવર્ધન રાણેને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક હતા, જેની રાહ હવે પૂરી થઈ ગઈ છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા પર નવી ફિલ્મ દિવાનીયતની જાહેરાત કરી છે.ફિલ્મ ‘સનમ તેરી કસમ‘ ફરીથી રિલીઝ થયા પછી અભિનેતા હર્ષવર્ધન રાણેએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાત કરી છે.
આ ફિલ્મનું નામ ‘દિવાનીયત’ છે, જે પ્રેમ અને તૂટેલા દિલની કહાણી પર આધારિત છે.હર્ષવર્ધન રાણેએ હજુ સુધી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી નથી, પરંતુ તેણે ચોક્કસ લખ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે જ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અભિનેતાએ પોસ્ટ પર લખ્યું કે દિવાનીયત એક ફિલ્મી વાર્તા છે, પ્રેમ અને તૂટેલા દિલની કહાણી ૨૦૨૫ માં સિનેમાઘરોમાં આવશે. જેનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.‘સનમ તેરી કસમ‘ ફિલ્મ જોયા પછી ચાહકો હર્ષવર્ધન રાણેને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક હતા, જેની રાહ હવે પૂરી થઈ ગઈ છે.
આ ફિલ્મનું દિગ્દર્શન મિલાપ ઝવેરી કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ ધ સાબરમતી રિપોર્ટના નિર્માતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અભિનેત્રી વિશે હાલમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.હર્ષવર્ધન રાણેની આઇકોનિક લવ સ્ટોરી ‘સનમ તેરી કસમ‘ બોક્સ ઓફિસ પર ફરીથી રિલીઝ થઈ છે .
આ ફિલ્મનું કલેક્શન આજકાલ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. તેણે નવી રિલીઝ થયેલી ફિલ્મો કરતાં પણ વધુ સારો દેખાવ કર્યાે છે. ‘સનમ તેરી કસમ‘ રિલીઝ થયાને સાત દિવસ થઈ ગયા છે અને ફિલ્મે અત્યાર સુધીમાં ૩૦ કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન કર્યું છે.SS1MS