સાણંદના ચાચરાવાડી વાસણા ગામના ખેડૂતોની મામલતદાર કચેરીએ હિજરત
કંપનીઓ દ્વારા પાણીના કુદરતી વહેણમાં પુરાણ કરીને દીવાલો બંધાતા ખેડૂતો બરબાદ
(એજન્સી)સાણંદ, સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામ ચાંગોદર નજીક આવેલું છે. જયાં ઔધોગીક વિકાસની સાથે ગામની બાજુમાં બનેલી કંપનીઓએ તેમની જગ્યામાં માટી પુરાણ કરીને દીવાલો તાણી બાંધતા આ ગામના ખેડૂત્ના ખેતરમાંથી નીકળતા વરસાદી પાણીનું વહેણ બંધ થઈ ગયું છે.
આ પ્રશ્નના ઉકેલ માટે એક નહી પરંતુ છેલ્લા પંદર વર્ષથી સરકારી કચેરીના પગથીયા ઘસી નાખવા છતાં ન્યાય નહી મળતા ખેડૂતોએ હવે સાણંદ મામલતદાર કચેરીમાં ધામા નાંખ્યા છે. ૪૦૦ વીઘા ઉપરાંત જમીનમાં પાક ન લેવાતા બરબાદ થઈ ગયેલા ખેડૂતો હવે જયાં સુધી પાણીનો નિકાલ નહી થાય ત્યાં સુધી કચેરીએ જ પડયા રહીશું તેવું વ્યથા સાથે ન્યાયની અપેક્ષા રાખી રહયા છે.
સાણંદનો ચાંગોદર વિસ્તાર ઔધોગીક એકમોથી ધમધમી રહયો છે. આ વિસ્તારની આસપાસ આવેલા ચાચરાવાડી વાસણા ગામની આજુબાજુની મોટાભાગની જમીનો ખાનગી કંપનીઓએ લઈ લીધી છે. અને આ જમીનોમાં માટી પુરાણ કરીને દીવાલો તાણી બાંધી છે. જેને કારણે છેલ્લા ૧પ વર્ષથી ચાચરાવાડી વાસણા ગામની ૪૦૦ વીઘાથી વધુ જમીનો તળાવમાં ફેરવાઈ છે.
કારણ કે આ જમીનોમાંથી જતા વરસાદી પાણીનો નિકાલ બંધ થવાથી ખેતરોમાં બારેમાસ ગોઠણડૂબ પાણી ભરાયેલા રહે છે. જેને કારણે ખેતીથી વંચીત ખેડતો બરબાદ થઈ ગયા છે. ખેડૂતો છેલ્લા ૧પ વર્ષથી સરકારી કચેરીમાં આવેદન આપીને થાકી ગયા છે. અંતે ખેડૂતોમાં બારેમાસ ગોઠણડૂબ પાણી ભરાયેલા રહે છે. જેને કારણે ખેતીથી વંચીત ખેડૂતો બરબાદ થઈ ગયા છે.
ખેડૂતો છેલ્લા ૧પ વર્ષથી સરકારી કચેરીઓમાં આવેદન આપીને થાકી ગયા છે. અને ખેડૂતોએ આ અંગે હાઈકોર્ટમાં પણ પીટીશન દાખલ કરી હતી અને હાઈકોર્ટમાં પણ પીટીશન દાખલ કરી હતી. અને એક માસમાં પાણીના નિકાલ અંગે યોગ્ય કરીને રીપોર્ટ કરવા આદેશ આપ્યો હતો પરંતુ સરકારી તંત્રએ કોઈ જ પગલાં ન લેતા અંતે કંટાળેલા ૧૦૦થી વધુ ખેડૂતો આજે ટ્રેકટર ભરીને મામલતદાર કચેરીએ આવી ગયા હતા.
અને જયાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી કચેરી નહી છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. સાણંદ પ્રાંત અધિકારી ડી.બી. ટાંકે જણાવ્યું હતું કે ખેડૂતોની આ ફરીયાદ બાદ એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ તાત્કાલીક સ્થળ મુલાકાત લેશે અને પાણીના નિકાલ માટે જે સમસ્યા આરોપરૂપ હશે તેનો તાત્કાલીક નિવેડો લાવવામાં આવશે.