Western Times News

Gujarati News

સાણંદના રહીશોએ ટ્રેકટર ભરીને ગટરનો ગંદવાડ પાલિકાની ઓફિસ બહાર ઠાલવ્યો

પ્રતિકાત્મક

આવેદન આપવા છતાં સાણંદ પાલિકાએ ગંદકી સાફ ન કરતાં રહીશો વિફર્યા

(એજન્સી)સાણંદ, સાણંદના ગેપપરા, રાજશેરી અને ચુનારાવાડના રસ્તા પર ગંદકીના સામ્રાજ્ય બાદ ગંભીર બીમારીની ભિતીએ અહીંના રહીશોએ શુક્રવારે મામલતદાર અને ચીફ ઓફિસરકને ગંદકી સાફ કરવા આવેદન આપ્યું હતું છતાં પાલિકાએ કોઈ જ પગલાં ન લેતાં રોષે ભરાયેલા રહીશોએ રોડ પર છવાયેલી ગટરની ગંદકી ટ્રેકટરમાં ભરીને પાલિકાની ઓફિસ બહાર જ ઠાલવી દીધું હતું.

સાણંદ પોલીસ સ્ટેશનથી ઢાળ ઉતરીને જતા ચુનારાવાડ, ગેપપરા અને રાજેશીરમાં ગટરોના પાણી ઉભરાતા આ રસ્તે ચાલીને તો ઠીક પરંતુ વાહનો લઈને પણ જઈ શકાતું નથી. અહીંથી પસાર થતાં બે બાઈક ચાલકો કાદવમાં ખુંપી જતા બાઈક મૂકીને જવું પડયું હતું તો બીજી તરફ છકડો રિક્ષા કાદવમાં ફસાતા જેસીબી મંગાવીને બહાર કાઢવાની નોબત આવી હતી.

ત્યારે ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં રોગચાળાની દહેશતને ધ્યાને લઈ રહીશોએ શુક્રવારકે સાણંદ મામલતદાર અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રસ્તાની સફાઈ કરવા રજૂઆત કરી હતી. રહીશોએ શુક્રવારે જણાવ્યું હતું કે, શહેરની એક પણ એવી સોસાયટ નહીં હોય કે જ્યાં ગટરના પાણી ન ઉભરાતા હોય. આ વિસ્તારના રહીશોએ સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે

જો પાલિકા તાત્કાલિક ગંદકીની સાફ સફાઈ નહીં કરે તો રહીશો પોતાના ખર્ચે રસ્તા પરની ગંદકી ભરીને પાલિકા ઓફિસમાં ઠાલવશે. આ ચીમકી બાદ પણ પાલિકાની આંખ ન ઉઘડતા આજે સવારે આ વિસ્તારના રહીશોએ રસ્તા પરનો કાદવ ટ્રેકટરમાં ભરીને પાલિકાની ઓફિસની બહાર ઠાલવી દેતાં શહેરભરમાં પાલિકાના નબળા વહીવટની સાથે આ વિષય ચર્ચાસ્પદ બન્યો હતો. રાજશેરીક અને ગેપપરાના રહીશોએ ફરીથી કહ્યું હતું કે, જ્યાં સુધી પાલિકા સફાઈ અભિયાન હાથ ધરીને ગટરોના પાણીનો નિકાલ નહીં કરે ત્યાં સુધી અમો આજ રીતે પાલિકા બહાર ગંદકી ઠાલવીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.