મુદ્દત પૂર્ણ થઈ ગયેલા રેતીના બ્લોકમાંથી પુનઃ રેતી ખનનની મંજૂરીઓ સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ
(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ તાલુકા ના ગોમા નદીના કિનારે આવેલા પરુણા ગામે માલિકી સર્વે નંબરોની ખેતીની જમીનને અડીને આવેલ જે રેતીના બ્લોકની મુદત પૂર્ણ થઈ ગયા બાદ પુનઃ આ બંધ રેતીના બ્લોક માંથી રેતી ખનન કરવાના
ભેજાબાજાેના આ પ્રયાસો સામે પરુણા ગ્રામ પંચાયતના સરપંચ સમેત મહિલાઓ અને અંદાજે ૧૦૦ જેટલા ગ્રામજનો એ કાયદેસર રેતી ખનન સામે વિરોધ વ્યક્ત કરતુ આવેદનપત્ર ગોધરા સ્થિત અધિક નિવાસી કલેકટરને સુપ્રત કરતા જણાવ્યું હતું કે ગોમા નદીમાં નિયમો વિરુદ્ધ કરવામાં આવેલા
૫૦ ફૂટ ઉંડા રેતી ખનન ખાડાઓ ના પાપે ત્રણ જેટલા નિર્દોષો ના ડૂબી જવાથી મોત થઈ ચૂક્યા છે અને નદી કિનારે આવેલા ગરીબોના ઝુપડાઓ જમીનદોસ્ત પણ થઈ જાય છે.ત્યારે મુદ્દત પૂર્ણ થઈ ગયેલા રેતીના આ બ્લોકમાંથી પુનઃ રેતી ખનન કરવા માટે બનાવવામાં આવેલા
આ દસ્તાવેજી પુરાવો સામે કાયદેસર તપાસ કરીને આ કામગીરીઓને તાકીદે બંધ કરવવામા નહીં આવે તો પરુણા ગામના સ્થાનિક તમામ રહીશો સામુહિક ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકીઓ ઉચ્ચારીને આ માટે વહીવટી તંત્રને જવાબદાર ગણવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.!!
પંચમહાલ કલેકટરને ઉદ્દેશીને સુપ્રત કરવામાં આવેલા પરુણા ના સ્થાનિક રહીશોએ આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગોમાં નદીના કિનારે સર્વે નંબર ૧૮૩ અને ૧૮૪ ના માલિકી સર્વે નંબર ને અડીને આવેલ આ રેતીના બ્લોકને જાહેર હરાજી પદ્ધતિથી તારીખ ૧૯-૬-૨૦૧૩ ના રોજ પાંચ વર્ષના કરાર સાથે આરીફ ઈબ્રાહીમ ધંત્યાને ગોધરા સ્થિત ખાણ ખનીજ કચેરી દ્વારા સુપ્રત કરવામાં આવ્યો હતો.
આ પાંચ વર્ષમાં રેતી ખનન માં ગોમા નદી મા પટના ૫૦ ફૂટ ઉપરાંત ખાડાઓ માં નદી નો પટ બિહામણો બની ગયો છે. આ મુદ્દત પૂર્ણ થઈ ગયેલા આ રેતીના બ્લોકમાંથી પુનઃ રેતી ખનન કરવા માટે ગોધરા ખાણ ખનીજ કચેરી દ્વારા તારીખ ૧૮-૫-૨૦૨૨ ના રોજ કરારખત રીન્યુ કરીને રેતી કાઢવાની મંજૂરી આપતા પરુણા સમેત નદી કિનારે વસતા ગામોમાં માહૌલ ગરમાયો છે.
એમાં સ્થાનિક ગ્રામ પંચાયતોની મંજૂરી વગર બારોબાર રેતીના બ્લોકને રીન્યુ કરીને રેતી ખનન કરવાની વહીવટી મંજૂરી આપવાના ગોધરા ખાણ ખનીજ કચેરીના વહીવટ સામે સ્થાનિક રહીશોમાં ઉભો થયેલો આક્રોશ ક્યાંક સામૂહિક ભુખ હડતાલ માં ફેરવાઈ જાય એવા એંધાણો દેખાઈ રહ્યા છે.!!