Western Times News

Gujarati News

રેતીની અછત સર્જાતા બિલ્ડરો મુશ્કેલીમાંઃ દોઢથી બે ગણા ભાવ ઉંચકાયા

પ્રતિકાત્મક

જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ઠલવાતી રેતી બે નંબરની?

જામનગર, જામનગર નજીકના જાેડીયા પંથકમાંથી એસ.પી.દ્વારા જ મસમોટા પ્રમાણમાં રેતી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ લગત પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીની બદલીઓ કરવાની સાથે રેતી ચોરી કરતા ભૂમાફિયાઓનેે ઝબ્બે કરવા હાથ ધરાયેલી કવાયતના પગલે રેતી માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી જતા રેતીના કાળા કારોબાર ઠપ્પ થઈ ગયો હતો. જે પરથી એક વાત ફલિત થાય છે કે જામનગરમાં આવતી રેતી બે નંબરની જ ઠાલવવામાં આવી રહી હતી.

જામનગર નજીકના વિસ્તારોમાં થી લાંબા સમયથી બેફામ રેતી ચોરીના ચાલી રહેલા જબરજસ્ત મોટા કૌભાંડના પગલે તાજેતરમાં જ રેતીચોરોને ઝડપી લેવા મધ્ય રાત્રીના પોલીસે દરોડો પાડ્યા હતા. જેમાં કરોડોના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ દરોડા દરમ્યાન રેતીના જથ્થા સાથે ડમ્પર અને ટ્રકના ચાલકોને પણ ઝડપી લેઈ પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા પોલીસ સમક્ષ રેતી ચોરીની સીલસીલાબધ્ધ હકીકતો ખુલી હોવાથી રેતીચોરી કરનારા માફિયાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવતા રેતી માફિયાઓ પોલીસના સકંજામાંથી ઉગરી જવા માટે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ છે.

રેતી ચોરીના માફિયાઓ એકાએક ભૂગર્ભમાં ઉતરી જતાં રેતીના આ વ્યવસાય કેટલાંક દિવસથી ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે શહેરમાં બિલ્ડરોને રેતી મેળવવી મુશ્કેલ બની છે. બીજી બાજુ પોલીસની કાર્યવાહીના પગલે રેતીચોરીનો વ્યવસાય સંપૂર્ણપણે બે નંબર ઉપર ચાલતો હોવાની બાબતો પણ પ્રકાશમા આવી હોવાનુૃ જાણવા મળે છે.

સાથે સાથે રેતીની માંગ વધતા ટ્રક, ડમ્પર અને છકડા રીક્ષાના ભાવોમાં દોઢથી બે ગણો વધારો થયો હોવાથી રેતી મેળવનાર લોકોમાં ભારે કચવાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.