Western Times News

Gujarati News

આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું

કોલકાતા, પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલે ગુરુવારે આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. એક અધિકારીએ આ માહિતી આપી. ઘોષ હાલમાં આરજી કર હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં છે.

ઘોષને ફેબ્›આરી ૨૦૨૧માં આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિરોધ બાદ પોતાના પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું હતું. ડબલ્યુએમસી દ્વારા તૈયાર કરાયેલા રજિસ્ટર્ડ ડોક્ટરોની યાદીમાંથી ઘોષનું નામ હટાવી દેવામાં આવ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે બંગાળ મેડિકલ એક્ટ ૧૯૧૪ની વિવિધ જોગવાઈઓ હેઠળ ઘોષનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઘોષ ઓર્થાેપેડિક સર્જન છે અને લાયસન્સ વિના તેઓ સારવાર કરી શકશે નહીં.

જણાવી દઈએ કે, ૨ સપ્ટેમ્બરે સીબીઆઈ દ્વારા હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓમાં કથિત સંડોવણી બદલ ઘોષની ધરપકડ કરવામાં આવી હતી. ફરજ પરની મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં તેના પર આ કેસમાં પુરાવા સાથે ચેડા કરવાનો પણ આરોપ લાગ્યો હતો. મહિલા ડૉક્ટરના મૃત્યુ બાદ વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સમાં એક અગ્રણી ચહેરા તરીકે ઉભરેલા અનિકેત મહતોએ આ પગલાંને ‘વિજય’ ગણાવ્યો હતો. તેણે કહ્યું, ‘આ અમારી મૃત બહેનની જીત છે. ધરપકડ સાથે ઘોષનું મેડિકલ રજિસ્ટ્રેશન રદ કરવું જોઈતું હતું. અમે ખુશ છીએ કે પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલે આખરે આ પગલું ભર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.