ચેન્નાઈના મંદિરમાં મળે છે સેન્ડવિચ અને બર્ગરનો પ્રસાદ
નવી દિલ્હી, ભારત સહિત વિશ્વમાં ગમે ત્યાં મંદિરને પવિત્ર સ્થળ કહેવામાં આવે છે. ધાર્મિક સ્થળમાં ભગવાનનો વાસ હોય છે. ભલે ઈશ્વર દુનિયાની દરેક વસ્તુમાં હોય પરંતુ મંદિરોમાં તેની મૂર્તિ સ્થાપિત કરીને ભક્તો પોતાનું શીશ જરૂરથી ઝુકાવે છે. મંદિરમાં ભગવાનની પૂર્જા-અર્ચના બાદ પ્રસાદનો પણ અનેરો માહત્મય હોય છે.Sandwiches and burgers are offered at the Chennai temple
આ પ્રસાદ એ ભગવાનને અર્પણ કરવામાં આવેલ ભોજનનો ટુકડો છે, જેને લોકો તેમના આશીર્વાદ તરીકે સ્વીકારે છે. સામાન્ય રીતે લાડુ, ખાંડ, રેવડી કે મીઠાઈઓ મંદિરોમાં ભોગ તરીકે આપવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં બિરાજમાન ભગવાન સેન્ડવિચ અને બર્ગર ખાય છે.
આ મંદિર ચેન્નાઈના પડપ્પાઈમાં સ્થિત છે, જેનું નામ જય દુર્ગા પીઠમ મંદિર છે. અહીં લોકોને પ્રસાદ તરીકે બ્રાઉની, બર્ગર અને સેન્ડવીચ મળે છે. મંદિર વિશે વધુ એક ખાસ વાત એ છે કે આ મંદિરના પ્રસાદ FSSAI દ્વારા પ્રમાણિત પણ છે. આ સાથે પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે.
તાજેતરમાં જ આ મંદિરનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ પ્રસાદના મેનુને પણ આધુનિક બનાવવામાં આવ્યું છે. જેમાં લાડુ અને મીઠાઈનો પ્રસાદ હટાવીને હવે બર્ગર અને સેન્ડવીચનો સમાવેશ કરાયો છે. મંદિરની સ્થાપના કરનાર વ્યક્તિ હર્બર ઓન્કોલોજિસ્ટ છે. ઓન્કોલોજિસ્ટ કે શ્રી શ્રીધરે જણાવ્યું કે આ મંદિરમાં પવિત્રતા અને ચોખ્ખાઈને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.
અહીંની ઓફર FSSAI દ્વારા પ્રમાણિત છે. ક્યારેક મંદિરોમાં ખરાબ પ્રસાદ પણ વહેંચાઈ જતો હોય છે અને તેને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. પરંતુ આ મંદિરમાં બનતા સેન્ડવીચ અને બર્ગર પર એક્સપાયરી તારીખ લખેલી હોય છે. મંદિરમાં નિયમિત આવતા ભક્તો માટે વિશેષ સુવિધા છે. જે શ્રદ્ધાળુઓ અહીં સતત આવે છે તેમની જન્મતારીખ અને નામ રેકોર્ડમાં ઉપલબ્ધ જ રહે છે.
ભક્તો જ્યારે પોતાના જન્મદિવસ પર મંદિરમાં આવે છે ત્યારે અહીં જન્મદિવસની કેક પણ તેમને મળે છે. કેક ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. બધા ભક્તો ખુશ થઈને આ પ્રસાદ ગ્રહણ કરે છે.SS1MS