સાંઘી ઇન્ડસ્ટ્રીઝે 56.74 ટકા શેરહોલ્ડિંગ વેચવા અંબુજા સિમેન્ટ સાથે શેર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યાં
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસઆઇએલ) 6.6 એમટીપીએ ક્લિંકર ક્ષમતા, 6.1 એમટીપીએ સિમેન્ટ ક્ષમતા અને 1 અબજ ટનની લાઇમસ્ટોન અનામતો ધરાવે છે
એસઆઇએલનું સાંઘીપુરમ એકમ ક્ષમતાની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સિંગલ-લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે, જ્યાં કેપ્ટિવ જેટ્ટી અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ પણ છે
અમદાવાદઃ પશ્ચિમ ભારતમાં અગ્રણી સિમેન્ટ ઉત્પાદક સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસઆઇએલ)એ રૂ. 5,000 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય ઉપર 56.74 ટકા પ્રમોટર શેરહોલ્ડિંગનું વેચાણ કરવા માટે આજે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપનું એકમ તથા સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અદાણી સિમેન્ટ્સ લિમિટેડના અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (એસીએલ) સાથે શેર પર્ચેઝ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. એસીએલ વર્તમાન પ્રમોટર ગ્રૂપ પાસેથી એસઆઇએલના શેર્સ હસ્તગત કરશે.
આ ટ્રાન્ઝેક્શન વિશે પ્રતિક્રિયા આપતાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રવિ સાંઘીએ કહ્યું હતું કે, અમે અંબુજા સિમેન્ટ્સ દ્વારા હસ્તાંતરણ વિશે આશાવાદી છીએ અને તે બંન્ને શેરહોલ્ડર્સ માટે પારસ્પરિક રીતે લાભદાયી બની રહેશે.
સાંઘીપુરમ ખાતે બેજોડ એસેટ વિકસાવવાના ગૌરવ સાથે બંન્નેનું એકીકરણ વિશ્વના સૌથી મોટા ક્લિંકર મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્સની સ્થાપના કરવાની ક્ષમતા ધરાવે છે. આ વ્યૂહાત્મક સહયોગ વૃદ્ધિ અને ઇનોવેશનને વેગ આપશે તથા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રચંડ શક્તિનું સર્જન કરશે તથા તમામ શેરહોલ્ડર્સ માટે મૂલ્યમાં વધારો કરશે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં સાંઘીપુરમ ખાતે એસઆઇએલ ક્ષમતાની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સિંગલ લોકેશન સિમેન્ટ અને ક્લિંકર પ્લાન્ટનું સંચાલન કરે છે. 2,700 હેક્ટર જમીન સાથે આ સંકલિત ઉત્પાદન સુવિધામાં 6.6 એમટીપીએ ક્લિંકરની ઉત્પાદન ક્ષમતા ધરાવતા બે ક્લિન્સ છે તથા 6.1 એમટીપીએની ક્ષમતા ધરાવતું સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ છે.
તેમાં 130 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ તથા 13 મેગાવોટની વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ છે. આ યુનિટ સાંઘીપુરમ ખાતે કેપ્ટિલ જેટ્ટી સાથે પણ જોડાયેલું છે.
એસઆઇએલ ગુજરાતમાં નવલખી બંદર અને મહારાષ્ટ્રમાં ધરમતર બંદર બંન્ને ખાતે બલ્ક સિમેન્ટ ટર્મિનલ પણ ધરાવે છે. મોટાભાગના સિમેન્ટનું પરિવહન દરિયાઇ માર્ગે થાય છે, જે એનવાયર્નમેન્ટ-ફ્રેન્ડલ અને ખર્ચ કાર્યક્ષમ છે. એસઆઇએલ 850થી વધુ ડીલર્સનું નેટવર્ક ધરાવે છે તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળમાં ઉપસ્થિતિ ધરાવે છે.