સાનિયા મિર્ઝા આવતા મહિને ટેનિસને અલવિદા કહી દેશે
નવી દિલ્હી, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ બાદ ટેનિસને અલવિદા કહી દેશે. દુબઈ ડ્યૂટી ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ આગામી મહિને રમાશે. હકીકતમાં, સાનિયા મિર્ઝા ગત વર્ષે અમેરિકી ઓપનના બાદ પ્રોફેશનલ્સ ટેનિસને અલવિદા કહેવાનો ર્નિણય કર્યો ગતો.
પણ ઈજાના કારણ તે આ ટૂર્નામેન્ટ રમી શકી નહોતી. જે બાદ તેણે પોતાની નિવૃતિની જાહેરાતનો ર્નિણય બદલ્યો હતો. સાનિયા મિર્ઝાનું ટેનિસ કરિયર શાનદાર રહ્યું છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર કેટલાય ખિતાબ પોતાના નામે કર્યા છે.
સોનિયા મિર્ઝાના કરિયરની વાત કરીએ તો, આ ભારતીય ટેનિસ સ્ટારે પ્રોફેશનલ્સ કરિયરમાં ૬ મોટી ચેમ્પિયનશિપ જીતી છે. સાનિયા મિર્ઝાએ ૩ વાર ડબલ્સ અને ૩ વાર મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ મહિને ઓસ્ટ્રેલિયા ઓપનમાં સાનિયા મિર્ઝા કઝાકિસ્તાનની પોતાની જાેડીદાર અન્ના ડાનિલિયાની સાથે કોર્ટ પર જાેવા મળશે. અહીં ઉલ્લેખનિય છે કે, સાનિયા મિર્ઝા છેલ્લા ૧૦ વર્ષથી દુબઈમાં રહે છે. દુબઈમાં સાનિયા મિર્ઝાના ખૂબ ચાહકો છે. આવી રીતે સાનિયા મિર્ઝા પોતાના ફેન્સ વચ્ચે ટેનિસ કરિયરને અલવિદા કહેશે.
ઉલ્લેખનિય છે કે, સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છુટાછેડાના સમાચાર વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ ઉપરાંત હાલના દિવસોમાં સાનિયા મિર્ઝાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાના દીકરા ઈઝહાન સાથે ફોટો શેર કર્યો છે અને લોકોને ૨૦૨૩ના નવા વર્ષની શુભકામનાઓ આપી છે.SS1MS