30 કિલો વજન ઉતાર્યા પછી આવી દેખાય છે, સંજય દત્તની દીકરી

મુંબઈ, બોલીવુડના એક્ટર કહો કે વિલન. દરેક રોલમાં પોતાને ઢાળી લેતા સંજય દત્ત આજે પણ પરદા પર આવે તો લાઈમલાઈટ લુંટી લે છે. હાલમાં જ શમશેરાથી તેમનું લૂક સામે આવ્યુ,
જેને જાેઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા, પરંતુ લાઈમલાઈટમાં માત્ર સંજય દત્ત જ આગળ છે એવું નથી, તેમની મોટી દીકરી પણ પોતાના હુસ્નથી ખબરોને ગરમ કરતી રહે છે.
સંજય દત્તની એક મોટી દીકરી છે, જે સુંદરતાની દ્રષ્ટીએ ઘણી બોલીવુડ હસીઓને ટક્કર આપે છે. તેના દરેક ફોટો પર તેમના ફેન્સ દિલ ખોલીને લાઈક આપે છે. સંજય દત્તની લાડકી દીકરી આજકાલ પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
હાલમાં જ તેણે પોતાના અમુક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જે જાેઈને લોકોના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે. અને લોકો તેમના વખાણ કરતા પણ થાકી રહ્યા નથી. તમને જણાવી દઈએ, ત્રિશાલા સંજય દત્ત અને તેમની પહેલી પત્ની ઋચા શર્માની મોટી દીકરી છે.
View this post on Instagram
ઋચા શર્માનું મોત કેન્સરના કારણે થયુ હતુ. ત્રિશાલા પોતાના પિતા સાથે રહેતી નથી. તે અમેરિકામાં પોતાના નાના અને નાની સાથે રહીને મોટી થઈ છે. ત્રિશાલાનો જન્મ વર્ષ ૧૯૮૮માં થયો છે. ત્રિશાલા હાલ સિંગલ છે.
ત્રિશાલાના કરિયરની વાત કરીએ તો તે અમેરિકામાં સાઈકોથેરાપિસ્ટ છે. ત્રિશાલા દત્તનું બોન્ડિંગ પોતાના પિતા અને સાવકી માતા સારૂ રહે છે. ત્રિશાલા એવા ફેસમ સ્ટાર કિડ્સમાંથી એક છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવા દેવા નથી.SS1MS
View this post on Instagram