‘સન ઓફ સરદાર ૨’માં અજય દેવગનને હરાવવા સંજય દત્ત વિલનગીરી કરશે
મુંબઈ, લગભગ ૧૨ વર્ષ પછી અજય દેવગન એક્શન કોમેડી ફિલ્મ ‘સન ઓફ સરદાર’ની સીક્વલ સાથે પાછો ફરશે, આ સમાચાર સાથે તેની સ્ટાર કાસ્ટ વિશે દર્શકોમાં ઉત્સુકતા વધી છે. શરૂઆતમાં એવા અહેવાલો હતાં કે સીક્વલમાં સંજય દત્ત અને સોનાક્ષી સિંહા ફરી જોવા નહીં મળે. પરંતુ હવે સંજય દત્તના ફૅન્સ માટે ખુશીના સમાચાર છે, ‘સન ઓફ સરદાર ૨’ માટે સંજય દત્તને સાઇન કરી લેવાયો છે.
આ ફિલ્મના ફૅન્સ માટે મહત્વની વાત એ છે કે આ ફિલમની વાર્તા પહેલી ફિલ્મની વાર્તાને આગળ નહીં વધારે પણ તેનાથી બિલકુલ અલગ નવી વાર્તા હશે. ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર “સીક્વલમાં બિલકુલ નવી જ વાર્તા છે.
જ્યાંથી પહેલી ફિલ્મ અટકી છે, ત્યાંથી આ ફિલ્મ શરૂ નહીં થાય. જોકે, પાત્રોના નામ પહેલી ફિલ્મમાં હતા એ જ રહેશે. અજય દિવગન જસવિંદર “જસ્સી” સિંઘ રંધાવા અને સંજય દત્ત બલવિંદર “બિલ્લુ” સિંઘ સંધુ તરીકે જ જોવા મળશે.” સૂત્રના જણાવ્યા અનુસાર આ વખતની ફિલ્મમાં અજય અને સંજયની દુશ્મની વધુ ઉગ્ર હશે કારણ કે આ ફિલ્મમાં સંજય દત્ત એક વિલન તરીકે જોવા મળશે.
રિયલ લાઇફમાં અજય અને સંજય ખાસ મિત્રો હોવાથી અજયે સુનિશ્ચિત કર્યું છે કે સંજયને બીજા ભાગમાં સારો રોલ મળે. ‘સન ઓફ સરદાર ૨’ વિજય કુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, જેણે ૨૦૧૪માં અજય સાથે ‘એક્શન જેક્શન’માં ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી તરીકે કામ કર્યું હતું.
આ ફિલ્મનું ૫૦ દિવસનું શૂટિંગ સ્કોટલેન્ડમાં થશે અને લગભગ જૂલાઈના અંતમાં શરૂ થશે. સૂત્રના જણાવ્યા અનુસાર ‘ગેમ ઓફ થ્રોન્સ’ અને ‘હેરિ પોર્ટર’ જેવી સિરીઝમાં જોવા મળ્યા છે એવા “કલરોસ પેલેસ, ડાઉન કાસલ, પ્રિસ્ટન મિલ અને ફોકલેન્ડ પેલેસ જેવા સ્થળો સાથે ગ્લેન્સી અને ગ્લેનફિનન જેવા ટાઉનમાં શૂટ થશે.”
સૂત્રએ એવું પણ કહ્યું કે અજય દેવગન અને મૃણાલ ઠાકુરનું રોમેન્ટિક ગીત પણ સ્કોટલેન્ડમાં શૂટ થશે. હાલ અજય દેવગન રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ માટે કામ કરી રહ્યો છે અને તે આ અઠવાડિયામાં પૂરી થશે. ત્યાર બાદ તે ‘સન ઓફ સરદાર’નું કામ શરૂ કરશે. એ પૂરું થયા પછી અજય લંડનમાં ‘દે દે પ્યાર દે’નું શૂટિંગ શરૂ કરશે.SS1MS