Western Times News

Gujarati News

સંજય દત્તની હોરર ફિલ્મ ધ ભૂતની ટીઝર રિલીઝ

મુંબઈ, સંજય દત્તની આગામી હોરર ફિલ્મ ધ ભૂતની ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાંત સચદેવ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અભિનેત્રી મોની રોય ભૂતના ડરામણા પાત્રમાં જોવા મળી રહી છે. ફિલ્મનું ટીઝર જોયા પછી ચાહકો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

ધ ભૂતની ટીઝર સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફિલ્મ રિલીઝની જાહેરાત કરી હતી. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, “આ ગુડ ફ્રાઈડે, ભયને એક નવી તારીખ મળી છે. ક્યારેય ન જોયેલી હોરર, એક્શન અને કોમેડી ફિલ્મ માટે તૈયાર થઈ જાઓ. ૧૮ ફેબ્રુઆરીએ, ભૂત તબાહી મચાવશે.”

ધ ભૂતની ફિલ્મનું ૧ મિનિટ ૧૧ સેકન્ડનું ટીઝર જોયા પછી, ફિલ્મ વિશે કંઈ સ્પષ્ટ રીતે સમજાયું નથી, પરંતુ તેમ છતાં તે ખૂબ જ રસપ્રદ લાગે છે. ટીઝરની શરૂઆતમાં સંજય દત્તનો અવાજ સંભળાય છે, જેમાં તે ભગવાન શિવના શ્લોકો વાંચી રહ્યા છે. તે પછી, સંગીતની સાથે મોની રોયની ડરામણી આંખો પણ દેખાય છે. ટીઝરના અંતે સંજય દત્ત બંને હાથમાં તલવાર લઈને ભૂત સાથે લડતો જોવા મળે છે.

ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મના ટીઝરની સાથે રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. આ ફિલ્મ ગુડ ળાઈડે એટલે કે ૧૮ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત મૌની રોય, સની સિંહ, પલક તિવારી, આસિફ ખાન અને બ્યુનિક પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.