‘હીરામંડી’ના સેટ પર સંજય લીલા ભણસાલી આ વાતને લઇને થતા ગુસ્સે
મુંબઈ, ફેમસ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઇ છે. આ વેબ સિરીઝને લોકોને અઢળક પ્રેમ મળી રહ્યો છે. આ વેબ સિરીઝ હાલમાં ટ્રેન્ડ કરી રહી છે. ‘હીરામંડી’ની હિરોઇન તેમજ સ્ટારાકાસ્ટ ચર્ચામાં રહે છે.
હાલમાં ફરદીન ખાને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો અને એ વાત જણાવી કે સેટ પર ડાયરેક્ટરનો ગુસ્સો અને પછી બીજી અનેક વાતથી પરેશાન થતા હતા અને એમને શાંત કરવામં આવતા હતા. જો કે આ વાતની ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે.
સંજય લીલા ભણસાલી એમના ગુસ્સાના મિજાજ માટે જાણીતા છે. સેટ પર શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણસાલીનું ગમતુ કામ ના થાય તો એક્ટર તેમજ એક્ટ્રેસ પર ગુસ્સો થઇ જાય છે.
સિરીઝમાં મોહમ્મદની ભૂમિકા નિભાવતા ફરદીન ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે હિરામંડીના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણસાલીને શાંત કરવા માટે શું કરવુ પડતુ હતુ.
આઇએમડીબીની સાથે વાતચીત દરમિયાન ફરદીન ખાને કહ્યું કે જ્યારે સંજય લીલા ભણસાલી સેટ પર પરેશાન હતા ત્યારે પછી તેઓ જે ઇચ્છતા હોય એ એમને ના મળવાને કારણે ગુસ્સે થઇ જાય અને શાંત કરવા માટે આસિસ્ટેન્ટ ડાયરેક્ટર્સ એમના ૨૫ પાલતુ કુતરાઓને હીરામંડીના સેટ પર મોકલતા હતા.
એમના પેટ ડોગ્સની સાથે થોડો સમય સ્પેન્ડ કર્યા પછી અચાનક એમનો વ્યવહાર બદલાઇ જતો હતો અને થોડીવારમાં તેઓ શાંત થઇ જતા હતા. આમ, અદિતિ રાવ હૈદરીએ જણાવ્યું કે સંજય લીલા ભણસાલીના ફેવરેટ પેટ ડોગનું નામ જાનુ છે જે ડાયરેક્ટરની જાન છે.
સંજીદા શેખે કહ્યું કે એક બીજી વાત છે. સંજય લીલા ભણસાલી એક દિવસમાં ૩ થી ૪ વાર એમના કુર્તા બદલે છે. દરેક વખતે કુર્તો બદલ્યા પછી એમના મનમાં કોઇ નવો આઇડિયા આવે છે.SS1MS