સંજેલી તાલુકા કન્યા શાળા આ.શિક્ષકોનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
પ્રતિનિધિ સંજેલી, સંજેલી તાલુકા કન્યા પ્રાથમિક શાળા ખાતે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈન્દુબેન ધનાભાઈ પલાસ નો વય નિવૃત્તિ થતાં સન્માન સમારોહ સાંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્ય યુવક મંડળ ના પ્રમુખ કંચનબેન ભાભોરની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો નિવૃત્ત થઈ રહેલા શિક્ષિકા ને સાંસદના હસ્તે શુભેચ્છા સન્માન તેમજ નિવૃત્ત લાભોના હુકમ લેટર પાપી વયનિવૃત્તિને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ અતુલ ભાભોર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારા BRC ઉમંગ કટારા આચાર્ય સુભાષભાઈ રાવત માજી શિક્ષક દલસુખભાઈ કાનજીભાઈ કટારા શિક્ષક ભાઈ બહેનો તા સંઘના પ્રમુખ રમેશ સેલોત ઉપપ્રમુખ મહામંત્રી તાલુકા જીલ્લા સભ્યો અને સરપંચ અને પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ એસએમસી અધ્યક્ષ સહિત સભ્યો અને સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.