ભારતીય ક્રિકેટ ટીમની બહાર રહીને પણ વર્લ્ડકપ સ્કવોડની સાથે સંજુ
નવી દિલ્હી, સંજુ સેમસન ટીમ ઈન્ડિયાનો એવો સ્ટાર બેટ્સમેન છે જેના માટે ઘણા લોકો એવું માને છે કે તે નસીબનો નબળો છે. સંજુ સેમસન છેલ્લા બે મહિનાથી સમાચારમાં છે, પછી તે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ હોય કે એશિયા કપ. એશિયા કપ ૨૦૨૩માં સંજુ સેમસનને બેકઅપ પ્લેયર તરીકે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો.
પરંતુ તેને આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમવા નહોતી મળી. આ સિવાય વર્લ્ડ કપમાં પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. હવે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સંકેત આપ્યો કે તે બહાર હોવા છતાં પણ ટીમ ઈન્ડિયા સાથે છે. ૨૦૨૩ માં, ભારતે ૫ ODI શ્રેણી રમી, જેમાં ૧૫ ર્ંડ્ઢૈં મેચો યોજાઈ.
પરંતુ આ દરમિયાન સંજુ સેમસનને માત્ર ૨ મેચમાં જ રમવાની તક મળી. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ૨ ODI મેચ રમી હતી, જેમાં તેણે ૧ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાંથી પણ તેની અવગણના કરવામાં આવી હતી.
સંજુ સેમસન અગાઉ પણ વર્લ્ડકપની ટીમમાંથી પડતો મુકાયા બાદ સોશિયલ મીડિયા પર સંકેત આપી ચૂક્યો છે. ડ્રોપ થવા પર તેની પીડા તે પોસ્ટમાં જાેઈ શકાય હતી. તે પોસ્ટમાં, તેણે સ્માઇલ ઇમોજી સાથે લખ્યું, ‘ જે છે તે છે, હું આગળ વધવાનું પસંદ કરું છું.’
હવે ફરી એકવાર સંજુ સેમસનની એક પોસ્ટ તેના દર્દ તરફ ઈશારો કરી રહી છે. સંજુ સેમસનની આ પોસ્ટમાં ભારતીય ટીમ નેધરલેન્ડ સામે બીજી વોર્મ-અપ મેચ રમવા તિરુવનંતપુરમ પહોંચી છે.
ટીમ ઈન્ડિયા મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી હતી અને ત્યાં સંજુ સેમસનનું મોટું પોસ્ટર દેખાઈ રહ્યું હતું. ટીમ ઈન્ડિયા સાથેના પોતાના પોસ્ટરનો ફોટો મુકતા સંજુએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘ટીમ ઈન્ડિયા સાથે, ભગવાનનો પોતાનો દેશ. સંજુ સેમસનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને સતત ચાન્સ આવ્યો હતો. તેને એક પછી એક તકો આપવામાં આવી, પરંતુ વનડેમાં તેનું ફોર્મ કંઈ ખાસ સાબિત થયું ન હતું. જાેકે, વર્લ્ડ કપ પહેલા સૂર્યાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે બે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.SS1MS