સનોફીની ડાયાબિટીઝની દવા Soliqua હવે ભારતમાં ઉપલબ્ધ
શરૂ કરવામાં સરળ, દિવસમાં એક વખતનું સોલ્યુશન જે ટાઇપ 2 ડાયાબિટીઝ સાથે જીવતા લોકોની જટીલતાને તોડે છે-નજીવો થેરાપી ખર્ચ દર્દીઓ માટે બહોળો ઍક્સેસ શક્ય બનાવે છે
મુંબઇ, 30 એપ્રિલ,2024.સનોફી ઇન્ડિયાએ પાછલા વર્ષના પ્રારંભમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝશન (CDSCO) પાસેથી વેચાણની મંજૂરી મેળવી લીધા બાદ પોતાની ડાયાબિટીઝની નવી દવા Soliqua® બજારમા મુકી છે. Sanofi’s diabetes drug Soliqua now available in India.
Soliqua®ને સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીઝ મેલીટસ સાથેના પુખ્તોમાં સારવાર તરીકે સૂચિત કરવામાં આવી છે, જે સંલગ્નથી ખોરાક અને કસરત તરીકે ગ્લાયકેમિક કંટ્રોલમાં એવા લોકોમાં સુધારો કરે છે જેઓ ઓરલ કે ઇન્જેક્ટેબલ થેરાપી પર અપૂરતુ નિયંત્રણ ધરાવે છે.
ટાઇપ 2 ડાયાબિટીઝ સાથે જીવતા લોકોમાં જટીલતા અને બોજારૂપ બની શકે છે. અસંખ્ય ઉપચાર ધરાવતા દર્દીઓની મોટી કક્ષાને વજન વધારો, હાઇપોગ્લેમિયા અને અસંખ્ય ઇન્જેક્શન સોયનો સામનો કરવો પડે છે, છતાં તેઓ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે સંઘર્ષ કરતા હોય છે. હવે તેમને ઇષ્ટતમ ગ્લાકેમિક (બ્લડ સુગર( નિયંત્રણ સુધી પહોંચવામાં અને જાળવી રાખવામાં મદદ કરવાની અને ચિંતાઓને તેમને દૂર રાખવાની તાતી જરૂરિયાત છે. Soliqua® દર્દીઓને ટકાઉ બ્લડ સુગર નિયંત્રણ પ્રદાન કરીને આ જટીલતાઓને સરળ બનાવે છે, જેમાં દરરોજ એક ઇન્જેક્શન લેવાથી તેઓ તેમની જીવનશૈલીમાં ફીટ થઇ જાય છે અને તેમને તેમના ડાયાબિટીઝના સંચાલનમાં જટીલતાને તોડી નાખે છે.
સાયરસ ઐબારા વડા- ડાયાબિટીઝ બિઝનેસ સેલ, સનોફી (ભારત) “10 લાખથી વધુ ભારતીયો ટાઇપ 2 ડાયાબિટીઝ અને તેની જટીલતાઓ સાથે જીવે છે. તેમાંથી, >60%લોકો લાંબા ગાળાથી અસંખ્ય OADs (ઓરલ એન્ટી ડાયાબિટીઝ) સહિતની સારવાર લેવા છતાં અનિયંત્રિત બ્લડ સુગર સાથે જીવી રહ્યા છે. અમારા વ્યાપક ડાયાબિટીઝ પોર્ટફોલિયો (ઓરલ્સ અને ઇન્જેક્ટીબલ્સ)માં Soliqua®નો સમાવેશ થેરાપીના પ્રારંભને હળવો બનાવે છે, જે નિર્ધારિત લોકોને તેમના બ્લડ સુગરને અસરકારક રીતે નિયંત્રણમાં રાખે છે.”
ડૉ. શાલિની મેનન કંટ્રી મેડીકલ લીડ, સનોફી (ભારત) “ડાયાબિટીઝની સંભાળમાં પ્રગતિઓ થઇ હોવા છતાં, ટાઇપ 2 ડાયાબિટીઝ સાથે જીવતા અનેક લોકો તેમના સુગરના લક્ષ્યાંકને પહોંચી શકવા સમર્થ હોતા નથી. હાઇપોગ્લેમિયા, વજન વધારો અને અસંખ્ય ઇન્જેક્શન્સની દહેશત ઇન્સ્યુલીન સાથેની અસરકારક સારવારમાં અંતરાય બની શકે છે. ક્લિનીકલ ટ્રાયલ્સમાં પણ કોમ્બીનેશન ઇન્જેક્ટેબલ Soliqua®એ અસરકારક સુગર નિયંત્રણનું પ્રદર્શન કર્યુ છે, જેમાં વજન વધારો થયો નથી અને દરરોજના બે પ્રિમિક્સ ઇન્સ્યુલીનની તુલનામાં હાઇપોગ્લેમિયાનું ઓછુ જોખમ ધરાવે છે.”
Soliqua®એ દરરોજનો એક ઇન્જેક્ટેબલ કોમ્બીનેશન ડ્રગ છે જેમાં ઇન્સ્યુલીન ગ્લેરાજીન 100 યુનિટ્સ/એમએલનો સમાવેશ કરે છે, જે લાંબા ગાળા સુધી અસર ધરાવતુ બેઝલ ઇન્સ્યુલીન અને લિક્સીસેનાટાઇડ GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ છે. આ વૈશ્વિક શોધમાં નજીવા થેરાપી કિંમત પેન દીઠ રૂ. 1850મા ઍક્સેસ મેળવી શકાશે, જે ટાઇપ 2 ડાયાબિટીઝ મેલીટસ સાથે જીવતા લોકો માટે બહોળો ઍક્સેસ સક્ષમ બનાવશે.
Sanofi – in India for India
As Sanofi India, we are in a great place to make a difference. Present in India for nearly seven decades, we have earned the trust of our customers and stakeholders for our commitment to promoting health. As we chase the miracles of science to improve people’s lives, we continue to engage across the entire health spectrum from prevention with vaccines to wellness, treatment, patient support & capacity building.
Our India Charitable Access Program (InCAP) is the country’s longest running humanitarian program providing free treatment to people afflicted with Lysosomal Storage Disorders. We conduct clinical trials here so that India can have quicker access to the latest from our global pipeline. Our world-class manufacturing site in Goa produces for people in India and 60+ other countries. Sanofi has located one of its four global talent hubs in Hyderabad, India, from where wide range of services are provided globally.
Recognized by the ‘Top® Employers Institute’ – a global authority that honours excellence in people practices – for 5 years in a row (since 2019), our local entities include Sanofi India Limited (SIL – listed entity) and Sanofi Healthcare India Pvt. Ltd. (SHIPL).