સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ સમગ્ર ભારતની ભવ્ય પરંપરાનો ઇતિહાસ

મહીસાગર જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી સંતરામપુર ખાતે કરાઇ -કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે સંતરામપુર પ્રાંત અધિકારીને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો
ગોધરા, મહીસાગર જિલ્લામા ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ કલેક્ટરએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થયુ અને તા.૨૬મી જાન્યુઆરી ૧૯૫૦માં આપણું બંધારણ અમલમાં આવ્યું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતનું નેતૃત્વ કરવામાં ગરવા ગુજરાતીઓ- રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંઘી,સરદાર વલ્લભભાઇ પટેલનો સિંહફાળો રહ્યો,
આપણે ગુજરાતના આ વીર સપૂતોનું સન્માનપૂર્વક સ્મરણ કરીએ અને તેમણે ચીંધેલા માર્ગે ચાલવાની પ્રતિબઘ્ઘતા વ્યકત કરીએ. આજના આ પર્વે પ્રજાસત્તાક ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને પણ એટલા જ ભાવથી દિલથી યાદ કરી આ પર્વને માનભેર સન્માનપુર્વક ઉજવીએ તેમજ આપણી દેશપ્રત્યેની લાગણી અને ભાવના હ્દયથી પ્રગટ કરીએ.
કલેક્ટરએ જિલ્લાના પ્રવાસન સ્થળો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લો ચારે તરફ પ્રાકૃતિક સૌદર્યથી પથરાયેલો જિલ્લો છે. ત્યારે ઇ.સ.૧૯૧૩માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહી પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરૂની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો
જેમાં ગોવિંદ ગુરૂ સહિત ૧૫૦૭ જેટલા લોકો દેશ પ્રેમ માટે શહાદત્ત પામ્યા આ શહાદતની ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ શહાદતને આપણે વિશ્વના તમામ લોકો સમક્ષ રજુ કરી શકીએ તે માટે માનગઢ ધામના વિકાસ માટે મહિસાગર જિલ્લા તંત્ર હંમેશા આગળ રહેશે અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીક આવેલું છે. રૈયોલી ગામે વિશ્વ કક્ષાએ પોતાનું નામ ડાયનાસોરના અશ્મિથી મેળવ્યું છે.