સંતરામપુર પ્રાંત કચેરીનો ઓપરેટર ૭૦ હજારની લાંચ લેતા ઝડપાયો
સંતરામપુર, સંતરામપુર પ્રાંત કચેરીમાં એ.સી.બી. પંચમહાલની ટીમે રેડ કરતા ખેડૂતના દાખલાની ખરાઈ માટે રૂા.૭૦,૦૦૦ની લાંચ લેતા પ્રાંત કચેરી સંતરામપુરના ઓપરેટર રંગે હાથે ઝડપાઈ ગયો હતો.
પ્રાંત કચેરીનો વહીવટદાર લાંચ લેતા ઝડપાતા તેના ઉપલા અધિકારીઓની મુશ્કેલી વધી શકે છે. અધિકારીઓ વતીથી તમામ વહીવટ કરતો ઓપરેટર ઝડપાતા લાંચમાં અન્ય કેટલા અધિકારીઓ/ કર્મચારીઓ સંડોવાયેલા છે તેની તપાસ મોડી રાત સુધી ચાલી હતી.
પંચમહાલ જિલ્લા એ.સી. બી.ની ટીમે સંતરામપુર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવા બાબતની એક ખેડૂતની ફરિયાદ મળી હતી. જેમાં ખેડૂત પાસે ખેડૂતના દાખલાની ખરાઈ કરવા માટે ૭૦,૦૦૦ની માંગણી કરતા તેઓ તે રકમ આપવા માંગતા ન હોય ખેડૂતે એ.સી.બી. પંચમહાલનો સંપર્ક કરતા પોલીસે સંતરામપુર પ્રાંત કચેરીમાં ટેપ ગોઠવી હતી.