Western Times News

Gujarati News

છેલ્લાં બે વર્ષમાં 6 તાલુકામાં ૪૩૧ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું

સામૂહિક વન નિર્માણ યોજના અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં રાજ્યના વિવિધ છ તાલુકામાં કુલ રૂ. ૩૬૨.૯૩ લાખના ખર્ચે ૪૩૧ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું

રાજ્યની ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યના વિવિધ તાલુકાઓમાં સામૂહિક વનનિર્માણ યોજના અંતર્ગત કરવામાં આવેલા રોપાના વાવેતરની વિગતો રજૂ કરવામાં આવી હતી.

જે અંતર્ગત છેલ્લાં બે વર્ષ દરમિયાન વન નિર્માણ યોજના અંતર્ગત રાજ્યના વિવિધ છ તાલુકાઓમાં કુલ રૂ. ૩૬૨.૯૩ લાખના ખર્ચે કુલ ૪૩૧ હેક્ટર જેટલી જમીનમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. Saplings were planted in 431 hectares in 6 taluks in the last two years

રાજ્યની ૧૫મી વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યના આગામી વર્ષના બજેટમાં રાજ્યના વેગવંતા વિકાસની પરિકલ્પના માટે પાંચ મુખ્ય સ્તંભો રજૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પાંચમો સ્તંભ ગ્રીન ગ્રોથ-પર્યાવરણની જાળવણીનો છે,

જેના માટે આગામી પાંચ વર્ષમાં કુલ રૂ. ૨ લાખ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. દરમિયાન, પ્રશ્નોત્તરીકાળમાં રાજ્યમાં અમલી સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની વિગતો વન અને પર્યાવરણ મંત્રીશ્રી દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.

જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની ૭૨ હેક્ટર જમીનમાં કુલ રૂ. ૬૩.૬૦ લાખના ખર્ચે, જ્યારે રાજકોટ તાલુકાના ૪૦ હેક્ટર વિસ્તારમાં રૂ. ૩૯.૦૨ લાખના ખર્ચે સામૂહિક વનીકરણ યોજના અંતર્ગત રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ જ રીતે ભરૂચ તાલુકાના ૧૦૪ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ. ૪૯.૦૨ લાખનો ખર્ચ તેમજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની ૭૬ હેક્ટર જમીનમાં કુલ રૂ. ૯૧.૬૨ લાખના ખર્ચે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ૭૭ હેક્ટર જમીનમાં રૂ. ૫૨.૧૪ લાખ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ૬૨ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ. ૬૬.૫૩ લાખના ખર્ચે છેલ્લાં બે વર્ષમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.