Western Times News

Gujarati News

સપ્તક ગોધરા દ્વારા સ્ટેજ ગરબા હરીફાઈ યોજાઈ

વ્યક્તિગત ગરબા હરીફાઈમાં લોકો મન મુકીને ઝૂમ્યા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સપ્તક ગોધરા દ્વારા તારીખ ૨૪-૯-૨૦૨૨ શનિવારની સંધ્યાએ ઓપન પંચમહાલ સ્ટેજ ગરબા હરીફાઈ યોજાઈ હતી. આ હરીફાઈમાં પંચમહાલ જીલ્લાના ૧૨ જૂથોમાં ૧૨૦ જેટલા ખેલૈયાઓ જાેડાયા હતા.

ખેલૈયાઓએ પ્રાચીન તથા અર્વાચીન ગરબાઓ રજુ કરી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોએ આ ખેલૈયાઓને વધાવી લીધા હતા. સ્ટેજ ગરબા હરીફાઈ બાદ વ્યક્તિગત ગરબા હરીફાઈ પણ યોજાઈ હતી. જેમાં હજારો ખેલૈયાઓ જાેડાયા હતા. સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી, રોકડ ઇનામ, મોમેન્ટો, ગીફ્ટ વાઉચરો તથા પ્રમાણપત્રોથી નાવાઝ્‌વામાં આવ્યા હતા.

પંચમહાલ જીલ્લાના એક માત્ર સંસ્કૃતિક સંસ્થા દ્વારા કલેકટર પંચમહાલના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આવતી કાલથી નવરાત્રી પર્વની શરૂઆત થઇ રહી છે. ઠેર ઠેર તે માટેની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ગરબાના ખેલૈયાઓ પણ પૂર્વ તૈયારીના ભાગ રૂપે વિવધ ગરબા નૃત્યની પ્રેકટીશ કરી રહ્યા છે.

સપ્તક ગોધરા દ્વારા સ્ટેજ ગરબા હરીફાઈનું આયોજન ગોધરાની શારદામંદિર સ્કુલના મેદાનમાં કરવામાં આવ્યું હતું. રાત્રીના ૮.૩૦ કલાકેથી ગરબા હરીફાઈની શરૂઆત થઇ હતી અને એક પછી એક એમ ૧૨ જૂથોએ મંચપર આવી ગરબા રજુ કાર્ય હતા. વવિધ પારંપરી વેશભૂષામાં આવેલા ખેલૈયાઓ થી મંચ શોભી ઉઠ્‌યું હતું.

ગરવી ગુજરાતક્કનો સંસ્કૃતિક વારસો એટલે ગુજરાતી લોક નૃત્ય ગરબા. એક સાથે ખેલૈયાઓ એકજ લય તલ બદ્ધ ગરબે ઘૂમતા જાેવાનો લહાવો હજારોની સંખ્યામાં લોકોએ લીધો હતો. વડોદરાથી પધારેલ નિર્ણાયક શ્રીઓએ પોતાની સેવાઓ આપી હતી.

સ્ટેજ ગરબા હરીફાઈમાં ગરવી ગરબા ગ્રુપે પ્રથમ સ્થાન મેળવ્યું હતું જયારે અસ્ટ સિદ્ધિ ગ્રુપ, શારદા મંદિર ગ્રુપ, કેસરિયા ગરબા ગ્રુપ, માં શક્તિ ગ્રુપ વગેરે અનુક્રમે દ્રિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમાં ક્રમે આવ્યા હતા. આ ઉપરાંત રાધે નટરાજ ગ્રુપ, એક્સ્ટ્રા ઓર્ડીનરી ગ્રુપ, શક્તિ ગ્રુપ,

આસ્ઠભુજા ગ્રુપ, ખેલાયા ગ્રુપ, વાઉ ગ્રુપ, વિધ્યાધન વિકાસ ગ્રુપ વગેરે જૂથોના સ્પર્ધકોને રોકડ ઇનામો તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સપ્તક સંસ્થાના કાર્યકારી પ્રમુખ ડોક્ટર સુજાત વલી એ આગામી દિવસોમાં યોજાનારા ગરબા ઉત્સવને માણવા માટે સુભેછાઓ આપી હતી.

સમગ્ર આયોજનમાં સપ્તક સંસ્થાના ઉપપ્રમુખ હિરેન પુરોહિત, કારોબારી સભ્ય શિલ્પા પરીખ, ગરબા સમિતિના સભ્ય કિંજલ શાહ દ્વરા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, સપ્તક સંસ્થાના હોદ્દેદારો આનંદ ઘડીયાળી, કલ્પેશ દેસાઈ, અવિનાશ મિસ્ત્રી, ઉદય વેદાંતી, બીરેન સોની, ભરત પટેલ, સુકેશ પરીખ, ડો. પ્રીતેશ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.