સાપુતારામાં વાદળ ફાટ્યું, પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ

File Photo
આ દરમિયાન ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું
સાપુતારા, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ભરઉનાળે વાતાવરણ પલટાતાં ભારે પવન ફૂંકાવવાની સાથે માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે.
આ દરમિયાન ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ત્યારબાદ વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે આજે(૧૦મી મે)ના રોજ રાજ્યભરના અમુક સ્થળોએ અને ૧૧ મેના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે.