સારાએ સફળ જીવનનું શ્રેય કેદારનાથને આપ્યું
મુંબઈ, સારા અલી ખાનને કેદારનાથ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે અને તે અનેક વખત કેદારનાથની મુલાકાત લે છે, તે તો તેના દરેક ફૅન્સ જાણે છે. સારાની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ હતી.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સારાએ કહ્યું કે આ સ્થળની પહેલી મુલાકાતે તેનું જીવન કઈ રીતે બદલ્યું અને તેને અંગત જીવન તેમજ કરિઅરમાં જે પણ સફળતાઓ મળી તેનું શ્રેય તેણે કેદારનાથને આપ્યું હતું.
આ સ્થળ સાથેના તેના જોડાણ અંગે વાત કરતાં સારાએ કહ્યું,“જ્યારે હું પહેલી વખત કેદારનાથ ગઈ તો, હું એક એક્ટર નહોતી કે નહોતી હાલ છું એ વ્યક્તિ. આજે હું જે કંઈ પણ છું તે માત્ર આ જગ્યાને કારણે છું. જ્યારે પણ બુલાવો આવે છે ત્યારે હું ફરી તેમના દર્શન માટે પહોંચી જઉં છું અને મારું કામ કર્યા કરું છું.”
સારા કેદારનાથ ઉપરાંત પણ ભારતના ઘણા મંદિરોની મુલાકાત લેતી રહે છે અને તેની ધાર્મિકતા માટે જાણીતી છે. આ મુલાકાતો તે પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરતી રહે છે, છતાં એક મુસ્લિમ પિતા અને હિન્દુ માતાની દિકરી થઈને મંદિરોની મુલાકાતો લેતી હોવાથી તેને ઘણી વખત ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.
આ પ્રકારની નકારાત્મકતાઓનો સામનો કરવા અંગે સારાએ અગાઉના ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તેનાથી તેને ખાસ ફરક પડતો નથી. જ્યાં સુધી તેના કામના વખાણ થતાં રહે છે, ત્યાં સુધી તે આ આસપાસના ઘોંઘાટ પર ધ્યાન આપતી નથી.
સારાના કામની વાત કરવામાં આવે તો છેલ્લે તેણે કન્નન ઐયરની ‘એ વતન મેરે વતન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ ખાસ ચાલી ન હતી. અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’માં સારાનો લીડ રોલ જોવા મળશે.SS1MS