સારા તેંડુલકરનાં લુકથી સોશિયલ મીડિયા પર મચી ધૂમ
મુંબઈ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં પોતાનો સમય વિતાવી રહી છે અને તાજેતરમાં જ તેનો સાઇકલ સવારીનો લુક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેના ઓલ-વ્હાઈટ લુકએ દરેકનું દિલ જીતી લીધું હતું.
સારાએ આ લુકમાં સાદગી અને ગ્લેમરનો સમન્વય કર્યાે જેને કોઇપણ બધાને ચોંકી ઉઠયા હતા.હાલ સારા ઓસ્ટ્રેલિયા પહોંચી છે અને સાઈકલ રાઈડ પર નીકળી હતી. આ દરમિયાન સારાએ એક ટોપ પહેર્યું હતું. આ ડિઝાઇન બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળી હતી.
આ ટોપ, જે સામાન્ય કરતા અલગ હતું, તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ટોપ સ્ટાઈલિશ તો હતું જ પણ સાથે જ તેની પર્સનાલિટીને નિખારતું હતું.સારાએ ગોલ્ડન હૂપ ઇયરિંગ્સ સાથે તેના લુકને સ્ટાઇલ કર્યાે હતો અને સાથે જ તેણે ડાર્ક ચશ્મા પહેર્યા હતા.
જેને ક્યારેક તેણે તેના પોતાની આંખો પર લગાવ્યા હતા તો ક્યારેક તેણે તેને પોતાના વાળમાં લગાવીને સ્ટાઇલ કરી. આ સમયે તેણે હાફ બન બનાવીને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને એકદમ નેચરલ મેકઅપ કર્યાે હતો. છેલ્લે સફેદ શૂઝ સાથે લુક પૂરો થયો.SS1MS