સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ રહેશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના સારંગપુર બ્રિજને નવા બનાવવાની કામગીરીના ભાગરૂપે આગામી દોઢ વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ ૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી ૩૦ જૂન, ૨૦૨૬ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત: આશરે ૨૦૦ મીટર જેટલી લંબાઈ વાળો સારંગપુર બ્રીજ બન્ને છેડાથી વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઈ એપરલ પાર્ક થઈ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.