15 હજાર લોકોની રસોઈ એક કલાકમાં જ બને તેવી મશીનરી સાળંગપુર હનુમાનધામમાં
સાળંગપુર ધામ હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે
(એજન્સી)સાળંગપુર, સાળંગપુર ધામ હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે. ત્યારે હવે સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ ૧ લાખ ૩૫ હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થશે.
૧૩ ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવશે. ૧૧,૯૦૦ સ્ક્વેર ફૂટમાં બનશે વાવ અને એમ્ફી થિએટર. આ એમ્ફી થિએટરમાં ૧૫૦૦ દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે ૬૨ હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવાશે.
ગાર્ડનમાં ૧૨ હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા. ૫૫ કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું. જે ૩ લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે. એક સાથે ૧૦ હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે. લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે આ ભોજનાલયમાં થર્મલ બેઝથી રસોઈ તૈયાર થશે. ૧૫ હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી.
હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન થઇ શકશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હનુમાન જયંતીનાં દિવસે ઉદ્ઘાટન થશે.
શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. ૫૪ ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું ૫ એપ્રિલના દિવસે થશે અનાવરણ સાથે સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે ૧૦ હજાર થી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિ ના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થનાર છે. જેની તમામ તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.
બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધા નું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસો માં કિંગ ઓફ સાળંગપુર નામ થી પણ ઓળખાશે. કારણ કે અહીંયા લાખો લોકોના આસ્થા આ મંદિર પર છે. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય.