Western Times News

Gujarati News

સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિરના દરવાજા સામે જ રોડ પર મોટો ઉકરડો

File photo

સાળંગપુરમાં ગંદકીનું સામ્રાજ્ય-ગંદકી દૂર કરવા રજૂઆત

બોટાદ, બોટાદ જિલ્લાના યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. બોટાદથી સાળંગપુર જતા વચ્ચે સેંથળી ગામની બહાર નીકળતા એક મોટો ગંદકીથી ભરેલો ઉકરડો રોડ ઉપર જ ફેલાયેલ છે.

આવો જ એક ઉકરડો સાળંગપુરમાં પ્રવેશતા શ્રી કષ્ટભંજન દેવના ઉપરના દરવાજા સામે જ છે અને ગંદુ ગટરનું પાણી સતત ચાલુ જ હોય છે તો આ ઉકરડો તત્કાલ દુર કરવા તથા ગટરનું પાણી વહે છે. બોટાદથી સાળંગપુર જતા પ્રમુખ સ્વામીની વાડી આવે છે તે વાડી સામેનો ભાગ છેક નારણકુંડ સુખી ખુલ્લી ગટર છે

આ જગ્યાએ વરસાદી તથા અન્ય ગટરનું પાણી ભરાયેલું રહે છે. આમ અહીંયા જાણે ગંદકીનું સામ્રાજય છે. આ સાળંગપુરને જાેડતા તમામ રસ્તામાં નાના ગામડાના રસ્તાઓ પણ સામેલ છે અને તેમાં આવતા કોઝવેના પુલ બનાવવામાં આવે તો ચોમાસામાં આ રસ્તો ખુલ્લો જ રહે જેમાં સાળંગપુરથી નારાયણ કુંડ થઈને એક રસ્તો લાઠીદડ તરફ જાય છે.

આ રસ્તો અડધો ફૂટ ખોદીને ક્રોંકીટ કરીને ડબલપટ્ટી પેવર કરવામાં આવે તો ભાવનગર ઉપરનો લાઠીદડ તરફ જતા આવતા ટ્રાફિકને ખૂબ જ અનુકુળ પડે અને તેના કારણે બોટાદ થઈને આવતા વલભીપુર – બરવાળા થઈને આવતા ટ્રાફિકનું ભારણ ઘટી જાય

અને યાત્રીકોને નવો રૂટ મળે આવો જ બીજાે રસ્તો સેંથળી થઈને સમઢીયાળા નં.૧ જાેડતો રસ્તો બનાવવામાં આવે તો બોટાદ તરફથી મુખ્ય રોડ ઉપર આવતા ટ્રાફિકનું ભારણ ઘટી જાય અને વારે તહેવારે લોકો આ રસ્તાનો ઉપયોગ કરે તો બોટાદ-બરવાળા માર્ગનું ટ્રાફિકનું ભારણ ઘટી જાય તેમ છે.

આવી બાબતને ગંભીરતાથી ધ્યાને લઈને સમગ્ર સાળંગપુર ધામને સુંદરતાથી મઢવા ગંદકીમુક્ત કરવા શિવસેના અગ્રણી મયુર શાહ દ્વારા યાત્રાધામ વિકાસમાં અરવિંદ રૈયાણીને લેખિત રજુઆત કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.