અમદાવાદના સરસપુરમાં મોડી રાત્રે પથ્થરમારો
અંગત અદાવતમાં એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં પરિસ્થિતિમાંવણસી : એક યુવકને ગંભીર ઈજા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં કારણે ઠેરઠેર હુમલા અને હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા પોટલીયા ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે અંગત અદાવતમાં બે જૂથો સામસામે આવી જતાં ભારે પથ્થરમારો શરૂ થયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો હિંસક બનેલા ટોળાઓએ એકબીજા ઉપર સશ† હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળી રહયું છે જેમાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશન હેઠળના સરસપુર વિસ્તારમાં આવેલા પોટલીયા ચાર રસ્તા પાસે ગલારઘાની ચાલીમાં ગઈકાલે રાત્રે સ્થાનિક નાગરિકો ચાલીની બહાર બેઠા હતા આ દરમિયાનમાં ચાલીમાં જ રહેતો એક સ્થાનિક યુવતિ સાથે વાતચીત કરતો હતો જેના પરિણામે કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને આ મુદ્દે રાજેશ નામના શખ્સને ઠપકો આપવામાં આવ્યો હતો.
યુવતિ સાથે વાતચીત કરવાના મુદ્દે યુવકને ઠપકો આપવામાં આવતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને ગણતરીની મીનીટોમાં જ બે જૂથો સામસામે આવી ગયા હતા સ્થાનિક કેટલાક આગેવાનોએ પરિસ્થિતિમાં થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક જ ચાલીમાં બે જૂથો સામસામે આવી જતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને પ્રારંભમાં એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી આ દરમિયાનમાં પથ્થરમારો શરૂ થઈ જતા નાસભાગ મચી ગઈ હતી અને સમગ્ર ચાલીમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
પરિસ્થિતિમાં વણસતી જતા લોકોના ટોળેટોળા બહાર નીકળી આવ્યા હતા અને પથ્થરમારાના કારણે કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી ઉશ્કેરાયેલા ટોળાઓ હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતાં બીજીબાજુ ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર જવા માટે રવાના થયા હતા તો બીજીબાજુ હિંસક બનેલા ટોળાઓએ એકબીજા પર હુમલો કરતા કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી આ દરમિયાનમાં એક યુવકને તીક્ષ્ણ હથિયારનો ઘા વાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ સ્થળ પર આવેલા પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જ કરવો પડયો હતો જાકે પોલીસને જાતા જ કેટલાક શખ્સો ભાગી છુટયા હતાં બીજીબાજુ આ અંગે પીન્ટુ પટણી નામના ઈજાગ્રસ્ત યુવકે આરોપી મુકેશ પટણી, લાલો પટણી તથા અન્ય ૧૦ થી ૧ર શખ્સોના ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.