સ્પેક, ફાર્મસી દ્વારા “સૃઝમ લેબોરેટરી” ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરાયું
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલના નેજા હેઠળ ત્રીજા તથા સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે સૃઝમ લેબોરેટરી લિમિટેડ,ગાંધીનગર ખાતે “ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ”નું આયોજન કર્યું હતું.
વિઝીટમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વિવિધ ફોર્મ્યુલેશન જેમ કે ટેબ્લેટ, કેપ્સુલ અને ઓઈન્ટમેન્ટ માટે પ્રારંભિક સ્તરના ઉત્પાદનથી લઈને છેલ્લી પેકેજિંગ પ્રક્રિયાનું જ્ઞાન મેળવ્યું. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ નો મુખ્ય હેતુ ફાર્માસ્યુટિકલ કંપનીઓની કાર્ય પ્રણાલીને સમજવાનો તેમજ ઔદ્યોગિક માંગ અને શૈક્ષણિક જ્ઞાન વચ્ચે સેતુ બનાવવાનો છે.
આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ સફળ બનાવવા માટે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સંચાલન પ્રો.શ્રેયકુમાર પટેલ (પ્રોગ્રામ ઓફીસર, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ) તેમજ આઇ.ક્યૂ.એ.સી કોઓર્ડિનેટર પ્રો.ઝંખના શેઠ તથા પ્રો.પ્રિયલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઉપરોક્ત એમ.ઓ.યુ. ની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ અને કોલેજના આચાર્ય ડૉ. ધવલ એમ. પટેલ તેમજ સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.