PM મોદી આજે કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૩૧ ઓક્ટોબરના રોજ કેવડિયાની મુલાકાત લેશે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી આરંભ ૪.૦ના સમાપન પર ૯૭મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ બનાસકાંઠા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ થરાદ ખાતે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ અમદાવાદમાં રાષ્ટ્રની ચાવીરૂપ રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ કરશે.
રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા અને મજબૂત કરવાના આપણા સમર્પણને વધુ મજબૂત કરવા માટે ૨૦૧૪માં ર્નિણય લેવામાં આવ્યો હતો કે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ એટલે કે ૩૧ ઓક્ટોબરને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે.
આથી, પીએમ કેવડિયાના સ્ટેટસ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સાક્ષી બનશે, જેમાં મ્જીહ્લ અને પાંચ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓ, જેમાં ઉત્તર ઝોન (હરિયાણા), પશ્ચિમ ઝોન (મધ્યપ્રદેશ), દક્ષિણ ઝોન (તેલંગાણા), પૂર્વીય ઝોન (ઓડિશા) અને નોર્થ ઇસ્ટર્ન ઝોન (ત્રિપુરા)ની ટુકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. તે ઉપરાંત, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ના છ પોલીસ સ્પોર્ટ્સ મેડલ વિજેતાઓ પણ પરેડમાં ભાગ લેશે.
અંબાજીના આદિવાસી બાળકોના મ્યુઝિકલ બેન્ડ દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આરંભ ૪.૦ના સમાપન પર ૯૭મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધન કરશે. આરંભનું ૪થું સંસ્કરણ “ડિજિટલ ગવર્નન્સઃ ફાઉન્ડેશન એન્ડ ફ્રન્ટિયર્સ”ની થીમ પર રાખવામાં આવ્યું છે,
જેમાં અધિકારી તાલીમાર્થીઓને જાહેર સેવાઓ પહોંચાડવાની કામગીરીને વધુ મજબૂત બનાવવા અને છેવાડાની વ્યક્તિ સુધી સેવાની ડિલિવરી વધુ પારદર્શક, અસરકારક અને કાર્યદક્ષ બનાવવા માટે ટેકનોલોજીકલ સોલ્યુશન્સનો લાભ કેવી રીતે લઇ શકાય તે શીખવામાં મદદ કરવામાં આવી છે.
આ બેચમાં ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૩ સેવાઓના ૪૫૫ અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ મોદી કેવડિયા ખાતે પર્યટકો માટે શરૂ કરવામાં આવેલા બે નવા આકર્ષણો – મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે થરાદની મુલાકાત લેશે. તેઓ એક જાહેર કાર્યક્રમ દરમિયાન, રૂ. ૮૦૦૦ કરોડથી વધુ મૂલ્યની પાણી પુરવઠા પરિયોજનાનું કામ શરૂ કરાવશે. પ્રધાનમંત્રી દ્વારા મુખ્ય નર્મદા કેનાલમાંથી કસારાથી દાંતીવાડા સુધીની પાઇપલાઇન સહિત અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન અમદાવાદમાં અસારવા ખાતે રૂ. ૨૯૦૦ કરોડથી વધુ મૂલ્યની બે રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ પરિયોજનાઓમાં અમદાવાદ (અસારવા) – હિંમતનગર – ઉદયપુર ગેજ કન્વર્ટેડ લાઇન અને લુણીધર- જેતલસર ગેજ કન્વર્ટેડ લાઇનનો સમાવેશ થાય છે. પીએમ મોદી ભાવનગર- જેતલસર અને અસારવા- ઉદયપુર વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવશે.