સરદાર પટેલ સ્નાનાગાર ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/22.08.2024-B-1-e1724392471720-1024x594.jpeg)
68મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય –અંડર 14,17,19 વયજૂથના 100 જેટલાં સ્વિમર ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેર/ગ્રામ્યમાં 68મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
જે અંતર્ગત જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્નાનાગાર ખાતે યોજાઇ હતી. જેમાં અંડર 14, 17, 19 વયજૂથના 100 જેટલાં સ્વિમર ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.