Western Times News

Gujarati News

સ્ટેટ મોનિટીરીંગ સેલે સરદારનગરમાં દેશી દારૂની ફેક્ટરી પર રેડ પાડી

પ્રતિકાત્મક

હાલ આ દારૂ કોણે મોકલાવેલ છે અને કોણ આ રીસિવ કરવાનો હતો તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે

અમદાવાદ, ચૂંટણીનું બ્યુગલ વાગી ગયુ છે ત્યારે બુટલેગરો માત્ર દેખાવ પુરતા ભુગર્ભમાં ઉતરી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. દારૂના કેસો કરવામાં એક તરફ સ્થાનિક પોલીસ હવાતીયા મારી રહી છે તો બીજી તરફ સ્ટેટ મોનિટીરીંગ સેલ આ કેસમાં બાજી મારી રહી છે.

વિધાનસભાની ચૂંટણીને લઇને બોર્ડરો પર પૂરતુ ચેંકીગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ વારંવાર દારૂ પકડાઈ રહ્યા છે. સ્ટેટ મોનિટીરીંગ સેલની ટીમ દ્વારા સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂની મોટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પોલીસની વધુ એક નિષ્ક્રીયતાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટીરીંગ સેલની ટીમે સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂ સહિત દેશી દારૂ બનાવવા માટેનો મુદ્દામાલ પણ કબ્જે કરી લીધો છે. મહત્વની વાત તો એ છે કે, એક સાથે ૩૪ જેટલા સિલિન્ડર પણ કબ્જે કરવામાં આવ્યા છે.

સ્ટેટ મોનિટીરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં દેશી દારૂની ફેક્ટરી ચાલી રહી છે. બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી વિગતો પ્રમાણે સ્ટેટ મોનિચટીરીંગ સેલ દ્વારા માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી અને ત્યાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સાથે એક મહિલા આરોપીને નોટિસ આપવામાં આવેલ છે. પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં નવનીત ગારંગે, અજયકુમાર અને પંકજ કથિરીયા સામેલ છે. જ્યારે આ કેસમાં મહિલા આરોપી કંચનને નોટિસ આપવામાં આવેલ છે.

મહત્વનું છે કે, આ મામલે મુખ્ય મહિલા આરોપી સોભના સહિત સુમિત્રા અને અન્ય લોકો અત્યારે ફરાર છે. મહત્વનું છે કે, આટલી મોટી રીતે દારૂની ફેક્ટરી ચાલી રહી હતી છતા પણ સ્થાનિક પોલીસને જાણ સુંધાય નહોતી. બીજી બાજુ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પણ દારૂની એક મોટી ટ્રક પકડવામાં આવી છે.

જેમાં ૩૩ લાખના દારૂ સાથે કુલ આશરે ૩૮ લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ આ દારૂ કોણે મોકલાવેલ છે અને કોણ આ રીસિવ કરવાનો હતો તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.