સરધાર સ્વામીનારાયણ મંદિરના સેવક પર કાકા-ભત્રીજાનો હુમલો

રાજકોટ, સરધાર ગામે સ્વામીનારાયણ મંદીરના સેવક ઉપર કાકા-ભત્રીજાએ લોખંડના પાઈપ વડે હુમલો કરી જેસીબીમાં તોડફોડ કરી રૂ.૬૦ હજારનું નુકશાન પહોચાડયું હતું. આઅ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બગસરાના જુની હડીયાદ ગામના વતની અને હાલ સરધારમાં રહી છુટક મજુરીના કામની સાથે સ્વામીનારાયણ મંદીરમાં સેવક તરીકે સેવા આપનાર મહીપત પુનાભાઈ બલદાણીયા ઉ.વ.ર૬ નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરીયાદમાં આરોપી તરીકે સરધારમાં રહેતા બીપીન મકવાણા અને નરેશ મકવાણાના નામ આપ્યા છે.
ફરીયાદમાં જણાવયુ હતું કે, ગઈકાલે સાંજના તે તથા જીસીબી ડ્રાઈવર સુરેશભાઈ અહી સરધારમાં સ્વામીનારાયણ મંદીર બાજુમાં શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસટની ખુલ્લી જગયામાં જેસીબીથી સફાઈ કામ કરાવતા હતા ત્યારે બીપીન મકવાણા અઅને તેનો ભત્રીજો નરેશ મકવાણા અહી આવ્યા હતા. બીપીનના હાથમાં પાઈપ હોય તેનાથી જેસીબીમાં પાઈપના ઘા મારવા લાગ્યો હતો અને તેના કાચ ફોડી નાખ્યા હતા.
બાદમાં યુવાન પાસે આવી કંઈ કહ્યા વગર પાઈપ વડે તેના પર હુમલો કરી દીધો હતો તેમજ તેના ભત્રીજા નરેશ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી યુવાનને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે આજીડેમ પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.