Western Times News

Gujarati News

12 હજાર મહિલાઓએ 3 કિલોમીટર લાંબી વોકેથોનમાં ભાગ લીધો

મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સુરતમાં સાડી વોકેથોન યોજાયું હતું.

(એજન્સી)સુરત, સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ‘સાડી વોકેથોન’ યોજવામાં આવ્યુ હતુ. આ વોકેથોન ત્રણ કિલોમીટર સુધીનો હતો. જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે. ‘Saree Walkathon 2023 Surat’

આ કાર્યક્રમમાં આશરે બાર હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.

આ મહિલાઓ જુદા જુદા પ્રાંતને રિપ્રેઝન્ટેચ કરતી હોય તેવું મનોહર દ્રશ્ય જાેવા મળી રહ્યુ હતુ. આ વોકેથોનમાં કેન્દ્રીય ટેકસ્ટાઈલ્સ અને રેલવે રાજયમંત્રી, મેયર, પાલિકા કમીશ્નર સહિત અન્ય ક્ષેત્રની મહિલાઓ પણ જાેડાઈ હતી અને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો.

મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સુરતમાં સાડી વોકેથોન યોજાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.