Western Times News

Gujarati News

સારેગામા ગુજરાતી માટે જીગ્નેશ બારોટને એક્સક્લુઝિવ આર્ટિસ્ટના રૂપમાં સાઇન કર્યા

મુંબઇ, ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક પહેલના રૂપમાં સારેગામા ઇન્ડિયાએ સારેગામા ગુજરાતી માટે એક વિશેષ કલાકારના રૂપમાં જિગ્નેશ બારોટ (કવિરાજ)ને સાઇન કરવાની ધોષણા કરી છે. પોતાનો દમદાર અવાજ અને ગુજરાતની લોક પરંપરાઓ સાથે સંકળાયેલા તેમજ જાણિતા જિગ્નેશ બારોટ હવે જૂન ૨૦૨૫થી પોતાના તમામ મ્યુઝિકને વિશેષ રૂપથી સારેગામા ગુજરાતી માટે રિલીઝ કરશે.

આ સહયોગમાં જીગ્નેશ બારોટની ઓફિશિયલ આર્ટિસ્ટ ચેનલનું મેકિંગ પણ શામેલ છે,જે ગુજરાતી સંગીત ક્ષેત્રમાં સૌથી મોટા ડિજિટલ ટેકઓવરમાંનું એક છે. અત્યાર સુધી બારોટનું સંગીત મુખ્યત્વે એકતા સાઉન્ડ દ્વારા રજૂ કરવામાં આવતું હતું. આ બદલાવની સાથે સારેગામા હવે ગુજરાતી ફોક આઇકોનના તમામ ફ્યૂચર કન્ટેન્ટનું નવું ઘર બની ગયું છે.

આ જાહેરાત જિગ્નેશ બારોટના ચાર્ટ ટોપિંગ ટ્રેક ‘માધરો દારુડો’ની શાનદાર સફળતા પછી કરવામાં આવી છે,  જે ૨૦૨૪ની ગુજરાતી ફિલ્મ ‘હાહાકાર’નું એક અદભુત સોંગ છે.

આ વર્ષની ગુજરાતી ફિલ્મના ગીતોમાંનું એક શાનાદર ગીત છે, જેને સૌથી વધારે લોકોએ પસંદ કર્યું છે. આ ટ્રેક એ પોતાની ઇન્ફેક્શસ એનર્જી, કલ્ચરલ ડેપ્થ અને બારોટની સિંગ્નેચર સ્ટાઇલથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દિધા છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર પોતાની વ્યાપક લોકપ્રિયતાએ રિજન મ્યુઝિક ક્ષેત્રમાં બારોટ્‌સનું સ્થાન એક પાવરહાઉસના રૂપમાં હાંસિલ કર્યું છે અને સારેગામા ગુજરાતી સાથે આ ઐતિહાસિક સહયોગ માટેનું મંચ તૈયાર કર્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.