સારેગામા ગુજરાતીએ “થનગનાટ”માં ગુજરાતના ૨૫ આઇકોનિક ગરબાને રિક્રિએટ કર્યા
અમદાવાદ, નવરાત્રીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે આ નવરાત્રી પર સારેગામા ગુજરાતી તમામ ગુજરાતીઓ માટે એક સરપ્રાઈઝ લઇ ને આવ્યું છે. આગામી ૨૫ સપ્ટેમ્બરના સારેગામા વિશ્વભરના ગુજરાતીઓ માટે ૨૫ આઇકોનિક ગરબાનું એક નોનસ્ટોપ આલ્બમ “થનગનાટ” લોન્ચ કરવા જઈ રહ્યું છે,
આ એ ગરબા છે કે જે માત્ર ગુજરાતમાંજ નહિ પણ દુનિયા ના કોઈ પણ ખૂણે થતા ગરબામાં ગવાય છે. આ એ ગરબા છે કે જે દરેક ગુજરાતીના મોઢે ચઢેલા છે, આ એ ગરબા છે કે જયારે તે ગવાય છે ત્યારે ખેલૈયો ગરબાતો રમે જ છે પણ સાથે ઓડિયન્સ પણ ગરબા ગાય છે. સારેગામા માટે અમદાવાદના જાણીતા ડીજે નિહાર એ આ ગરબાને રિક્રિયેટ કર્યા છે.
ભૂમિક શાહ અને દર્શના ઠક્કર સહિતના ગુજરાતના જાણીતા સિંગર્સએ આ ગરબા સાથે જાેડાયેલા છે. પાર્ટી પ્લોટમાં થતા ૩ કલાકના ગરબાને ૪૬ મિનિટમાં રજુ કરાયા છે. ૮ ઇન્સ્ટ્રૂમેન્ટ, ૧૧ સિંગર્સ (લીડ કોરસ) અને લાઈવ મ્યુઝિક સાથે સારેગામાના નોનસ્ટોપ આલ્બમ થનગનાટને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે
કે કે જે તમને સોસાયટીમાં પણ પાર્ટી પ્લોટની ફીલ આપશે.પાર્ટીપ્લોટ માં થતા ૩ કલાક ના ગરબા ને “થનગનાટ”માં ૪૬ મિનિટમાં રજુ કરાયા છે. સાથે સાથે આ ૪૬ મિનિટમાં નોનસ્ટોપમાં ગુજરાતના દરેક સિટીના ગરબાની ઝલક જાેવા મળશે.