Western Times News

Gujarati News

ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ માટે સરફરાઝ, સૌરભ અને વોશિંગ્ટનનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

વિશાખાપટ્ટનમ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨ ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયા છે. તેમનાં સ્થાને સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૌરભ કુમાર અને સરફરાઝ ખાન એવા ખેલાડીઓ છે જે હજુ પણ પોતાના ડેબ્યુની રાહ જાેઈ રહ્યા છે.

સૌરભ કુમાર ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી છે અને તે રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ તરફથી રમે છે. સૌરભે વર્ષ ૨૦૨૨માં ભારત-એતરફથી ન્યુઝીલેન્ડ-એસામે ૯ વિકેટ ઝડપી કિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. સૌરભ એક ઓલરાઉન્ડર છે અને તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૬૮ મેચોમાં ૨૭.૧૧ની એવરેજથી ૨૦૬૧ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૨ સદી અને ૧૨ ફિફ્ટી પણ ફટકારી છે. આ ઉપરાંત તેણે આ દરમિયાન ૨૯૦ વિકેટ પણ ઝડપી છે.

સૌરભ કુમારે ૩૫ લીસ્ટ-છ મેચમાં ૩૧૪ રન બનાવ્યા છે અને ૪૯ વિકેટ લીધી છે. સૌરભ કુમારે વર્ષ ૨૦૧૪માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ૫ વિકેટ ઝડપી હતી. આ મેચમાં સૌરભ કુમારે ૯૨ બોલમાં ૭૭ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત સૌરભે ગયા વર્ષે ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને મેચમાં ૧૦ વિકેટ ઝડપી હતી.

સૌરાષ્ટ્ર સામે પ્રથમ ઇનિંગમાં સૌરભ કુમારે ૬૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી જયારે બીજી ઇનિંગમાં ૪૩ રન આપીને ૬ વિકેટ પોતાના નામે કરી હતી. સૌરભના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

સૌરભ કુમાર આ પહેલા પણ ભારતીય ટીમ સાથે જાેડાઈ ચૂક્યો છે, પરંતુ તેને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવામાં આવ્યો ન હતો. વર્ષ ૨૦૨૨માં ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમમાં સૌરભ કુમારને સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડે છેલ્લે જ્યારે ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટમાં સૌરભ ભારતીય ટીમનો નેટ બોલર હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.