પંજાબમાં એક જ પાટા પર બે ટ્રેનો સામસામે અથડાઈ
માલગાડી સાથે એક અન્ય ટ્રેનનો અકસ્માત થતાં બે લોકો ઘાયલ
(એજન્સી)ફતેહગઢ સાહિબ, પંજાબના સરહિંદમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. એક ટ્રેક પર પહેલાથી જ એક ટ્રેન ઊભી હતી. તે જ પાટા પર બીજી તરફથી ટ્રેન આવી પહોંચી. બાદમાં આવેલી ટ્રેને જોરદાર ટક્કર મારી. આ દુર્ઘટનામાં ટ્રેનનું એન્જીન ખરાબ રીતે તૂટી ગયું. બાજુના ટ્રેક પર એક પેસેન્જર ટ્રેન ઊભી હતી. આ ટ્રેનને પણ નુકસાન પહોંચ્યું છે, તેવી વિગતો મળી રહી છે. sarhind, fathegarh sahib Punjab a major train accident
ટક્કરનો જોરદાર અવાજ સાંભળીને લોકો ચોંકી ગયા. ઘટના વિશે સૂચના મળતા જ ટોચના અધિકારીઓ પહોંચી ગયા. આ દુર્ઘટનાથી ટ્રેનની અવરજવર પ્રભાવિત થઈ છે. ઘણી ટ્રેનનો ડાયવર્ટ કરવી પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સરહિંદ રેલવે સ્ટેશન પર રવિવારે સવારે ઊભેલી એક માલગાડી સાથે એક અન્ય ટ્રેનનો અકસ્માત થતાં બે લોકો પાયલટ ઘાયલ થઈ ગયા. રાજકીય રેલવે પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ટક્કરના કારણે એક માલગાડીનું એન્જીન બીજા પાટા પર જતું રહ્યું અને એક યાત્રી ટ્રેન સાથે ટકરાઈ ગયું. જો કે, આ દુર્ઘટનામાં જાનમાલનું વધારે નુકસાન થયું નથી.
જીઆરપી અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં લોકો પાયલોટ વિકાસ કુમાર અને હિમાંશુ કુમાર ઘાયલ થયા છે. ફતેહગઢ સાહિબની સરકારી હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે, વિકાસ કુમારને માથામાં ઈજા થઈ છે અને હિમાંશુ કુમારને પીઠ પર ઈજા થઈ છે અને તેમને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
એક જ ટ્રેક પર બે ટ્રેન કેવી રીતે આવી તે હાલમાં જાણી શકાયું નથી. એક માલગાડી પહેલાથી જ ટ્રેક પર ઉભી હતી, તો બીજી ટ્રેનને તે જ ટ્રેક પર કેવી રીતે લાઈન આપવામાં આવી. આમાં સિગ્નલ વિભાગની કે ડ્રાઈવરોની ખામી છે તે તો તપાસ બાદ જ ખબર પડશે.
મુખ્યમંત્રી ભગવંત માને સરહિંદ રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતની નોંધ લીધી છે. તેમણે X પર પોસ્ટ કર્યું છે કે, ‘સરહિંદ રેલવે સ્ટેશન પર બે ટ્રેનોના અકસ્માતની માહિતી મળી છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે સરહિંદ રેલવે સ્ટેશન પર કોઈ જાનહાનિ થઈ નથી, ઘણી ટ્રેનોને રાજપુરા, પટિયાલા અને ધુરી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને ચંદીગઢ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.