સરી ગામની કંપનીએ 200 વિદ્યાર્થિનીઓને સાયકલ અને બેગનું વિતરણ કર્યુ

(પ્રતિનિધિ)સરીગામ, ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી ખાતે કોરોમંડલ કંપની દ્વારા તારીખ ૧૩.૦૫.૨૦૨૫ ના રોજ ૨૦૦ વિધાર્થિનીઓને કોરમંડલ સાયકલ અને બેગનું વિતરણ કરવામાં આવ્યું.
ગર્લ્સ એમ્પાવર પ્રોગ્રામ અંતર્ગત પહેલો અને બીજો રેન્ક લાવનાર વિદ્યાર્થીનીઓને સાયકલ અને બેગ આપવામાં આવી. તેમજ કંપની દ્વારા પાલી કરમબેલી સ્કૂલ ખાતે વિધાર્થીનીઓ માટે ટોયલેટ બ્લાકનું નિર્માણ કરવામાં આવ્યું.
આ પ્રોગ્રામ આઈ. પી. ઓઝા સ્કૂલ પાલી કરમબેલી ખાતે યોજવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામના મુખ્ય મેહમાન વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ર્ડો. રાજશ્રી ટંડેલ, કોરમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ સરીગામના પ્રોડક્શન હેડ શ્રી હિતેશ પટેલ, સરીગામ યુનિટ સી. એસ. આર લીડ શ્રી બ્રિજેશ પંચાલ, વૈશાલી મોર્ય – ડેપ્યુટી મેનેજર, તેમજ સી. એસ. આર કમિટી ના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
તેમજ શાળાનાં પ્રિન્સિપાલ, ટીચર્સ, વિધાર્થિનીઓ અને તેમના માતા પિતા પ્રોગ્રામ હાજર રહ્યાં હતા.મુખ્ય મેહમાન વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ર્ડો. રાજશ્રી ટંડેલ દ્વારા કોરોમંડલ કંપની દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવુત્તિ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તેમના પ્રવચનમાં તેમને જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજનો મહત્વનો પાયો છે, જેથી દરેક વ્યક્તિએ આજના સમયમાં શિક્ષિત થવું જરૂરી છે.